સયાજી હોસ્પિટલમાં વકીલો અને ઝુબેરના મિત્રો, શુભેચ્છકો ઉમટી પડ્યા : હોસ્પિટલમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ

મ.એસ. યુનિવર્સિટીમાં વી.પી. સહિત વિદ્યાર્થીનીઓ ઉપર એસિડ એટેક કરવાની ધમકી આપનાર માથાભારે પઠાણ ગૃપના ઝુબેર પઠાણે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ મુક્યો છે. આજે તેણે નર્મદાભુવન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં સમયસર સારવાર ન મળવાના કારણે તે ઢળી પડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

એમ.એસ. યુનિવર્સિટીની વી.સી. સલોની મિશ્રા સહિત વિદ્યાર્થનીઓ ઉપર એસિડ એટક કરવાના ગુનામાં ધરપકડ કરાયા બાદ અટકાયત કરાયેલા પઠાણ ગૃપના ઝુબેર પઠાણ અને તેના સાગરીતોને આજે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં ઝુબેર પઠાણ એકાએક ઢળી પડતા તેના મિત્રો તેણે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ઝુબેર પઠાણની તબિયત લથડી હોવાની જાણ તેના મિત્ર વર્તુળને થતાં લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં ધસી આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં મુસ્લીમ યુવાનોના ટોળા અને પોલીસ કાફલો ઉતરી પડતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરતી ઝુબેર પઠાણે મે. વડોદરાના જ્યુડી. મેજી. ફ.ક. સાહેબને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, એમ.એસ. યુનિવર્સિટીમાં ખોટી ફરિયાદ કરીને અમોને ફસાવી દેવામાં આવ્યા છે. અમોને તા.27 એપ્રિલના રોજ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તે બાદ સયાજીગંજ પોલીસે IPCની કલમ 107/110 મુજબ અટકાયત કરવા માટે રવિવારે સવારે 9 કલાકે અમોને બોલાવ્યા હતા. અને રાત્રે 9-15 કલાકે અમોને બંદુક બતાવી પોલીસ અમારુ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી. જ્યાં હાથ અને પગમાં માર મારવામાં આવ્યો હતો. જેમાં અમોને પગ અને હાથમાં ઇજા પહોંચી છે. સારવાર કરાવવા માંગણી કરી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: