વડોદરા-મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ.

શહેરના ગોત્રી રોડના એક યુવાને બિમારીથી ત્રાસી જઇ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ યુવાન ત્રણ દિવસ પહેલાંજ ખાનગી કંપનીમાં નોકરી લાગ્યો હતો. પરંતુ, પેટની તકલીફથી ત્રાસી ગયો હતો.

શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી જ્યોતિપાર્ક સોસાયટીમાં રોનક શૈલેષભાઇ રાવલ (ઉં.વ.19) પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા કેટલાંક સમયથી તે આંતરડાની બિમારીથી પરેશાન હતો. છેલ્લા એક સપ્તાહથી તેનું જમવાનું પણ છૂટી ગયું હતું. માત્ર લિકવીડ ઉપર દિવસ પસાર કરતો હતો. પોતે બિમાર હોવા છતાં ત્રણ દિવસ પહેલાં તેને ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. 

મોડી રાત્રે હળવો નાસ્તો કરીને માતા બિનાબહેનને સુવા માટે જાવ છું. તેમ જમાવી પોતાના રૂમમાં ચાલ્યો હતો. આજે નોકરી જવાના સમય રોનક નીચે ન ઉતરતા તેની માતા ઉઠાડવા ગઇ હતી. દરવાજો ખોલીને જોતા રોનકને પંખા ઉપર ઓઢણીથી લટકતો જોતા સ્તબ્ધ થઇ ગઇ હતી. આ બનાવની જાણ સોસાયટીના લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરાતા પોલીસ આવી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: