બિટવીન ધી લાઈન્સ
(હવે થી માત્ર દર રવિવારે)
લેખિકા : અલ્પા જોષી
સાવ અજાણ્યા હોઈએ ને પછી જાણીતા થઈએ..પણ જાણીતા બન્યા પછી અજાણ્યા કેમ થવાતું હશે?
તારી પાસે સમય જ નથી..સાચું કહું તો તારે મને સમય આપવો નથી.બે વ્યક્તિ મળે, એકબીજાને ગમે, પણ પછી ગમતા રહે એવું ઘણું ઓછું બને.
ગમવું અને ચાહવું એ બન્નેમાં ફર્ક છે.
તમે કોઈ વ્યક્તિના રૂપથી,એના સ્વભાવથી,એના હાજર જવાબીપણાથી,એની હોશિયારીથી,એના કામથી આકર્ષિત થાવ છો.એ તમને ગમવા માંડે છે.ગમવા માટે ફક્ત ગુણો જ દેખાય છે.
આ જ સારી બાબતો બીજી કોઈ વ્યક્તિમાં મળે એટલે અહીં આપણી પસંદ બીજી તરફ વળી જાય છે બીજી કોઈ વ્યક્તિ ગમવા માંડે છે.ગમવામાં અને ચાહવામાં ફક્ત મિલિસેકન્ડનો જ ફરક છે.પણ એ મિલિસેકન્ડ આખોય ટાઈમ ઝોન બદલી નાખે છે.જેના માટે સાચે જ પોતાનાપણાની લાગણી હોય એને તો ચાહીને ગમાડી લઈએ.પણ જ્યાં ફક્ત ગુણોને જ ગણવામાં આવે ત્યાં ચાહત તીવ્રપણે રહતી નથી .
કોઈકને ખરા દિલથી ચાહીએ ત્યારે તો એના ગુસ્સાને,એની મૂર્ખામીઓને,એની ન ગમતી બધી બાબતોને આપણે સહર્ષ સ્વીકારી લઈએ છીએ.એના ગમાંઅણગમા ને જાણતા હોઈએ ને છતાં એના તરફના પ્રેમમાં આપણે ભીંજાતા રહીએ તો એ પ્રેમ છે.
એનો ફોટો જઈએ ત્યારે એ ખૂબ સરસ દેખાય છે એવુ કહીયે, તો એ ગમે છે,પણ એના ફોટામાં આપણને એનો ઉજાગરો દેખાય તો એ પ્રેમ છે.
તું ક્યાં છે ક્યારે આવીશ જમ્યો કે નહીં આ બધા સવાલો ક્યારેક અકળાવે છે.પણ જો કોઈ તમને આ સવાલ પૂછે છે તો એ પ્રેમ છે.
પ્રેમમાં ચિંતા ભેગી જ ભળેલી હોય છે.મોબાઈલના 1000 કોન્ટેક માંથી ફક્ત એને જ આ સવાલ પૂછાય છે.ઓનલાઇન થતા જ એનું જ નામ દેખાય, એની જોડે જ વાત કરવાનું મન થાય,અર્થ વગરની વાતોમાં પણ કલાકો નીકળી જાય.ચાહવામાં રાહ છે.ગમવામાં લાબું લિસ્ટ છે, એટલે એમાં રાહ જોવાની નથી.
ગમવા માટે હજાર કારણો મળી જાય પણ ચાહવા માટે કોઈ કારણની જરૂર નથી.
ક્યારેક સામેનું પાત્ર આપણાં સ્વભાવ કે વિચારોમાં ખરું નથી ઉતરતું ને તેમ છતાંય એના માટે પ્રેમ ઓસરતો નથી.ગમવામાં ઉતાવળ છે ચાહવામાં ધીરજ રાખવી પડે છે.ગમવું એ ટૂંકા સમયનું ચયન છે જ્યારે ચાહવું એ સમીપતાનું પર્યાય છે.
ચાહવું એ ક્ષણનું સુખ આપે છે તો દિવસ કે મહિનાઓ ની સહન ન થાય એવી પીડાય આપતું હોય છે.
ગમવામાં પીડા નથી બસ છટકબારી છે છૂટવાની.
તમે એક સાથે 100 જણ ને ગમી શકો છો પણ ફક્ત કોઈકને જ ચાહી શકો છો આ ફરક નજીવો છે. પણ ફરક તો છે જ.ગમતા વ્યક્તિની ભૂલો તમને તેનાથી દૂર કરી દે છે.જેને ચાહો છો એની અક્ષમ્ય ભૂલોને પણ તમે માફ કરી દો છો.
ચાહવાની ક્રિયા ગમવાથી શરૂ થાય છે.જેને ચાહિયે એનું પછી બધું જ ગમી જાય છે.
અંતે,
ગમવામાં આકર્ષણ છે અને ચાહવામાં સમર્પણ છે.
ગમવાના સંબન્ધ જરૂરિયાત પૂરતા હોય છે.કોઈ એક રાત માટે પણ ગમી જાય.ચાહવાના સંબંધ શ્વાસ જેવા હોવા જોઈએ.જેમાં કાળજી છે ત્યાગ છે.ચિન્તા છે.પ્રતિક્ષા છે.માફી છે.
લાસ્ટ સીન..
હું તને ચાહું છું એટલે નહિ કે તું મને ગમે છે.
એટલે કે તને ચાહતા ચાહતા હું ખૂદને ચાહું છું.
- વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
Very nice
Very nice, psychological analysis.
Thanks ?? 9978099786 for our what’s app group
Very nice
Very nice
Thanks ??
Thanks ?? 9978099786 for our what’s app group
વાહ, અલ્પા શું પ્રેમની પરિભાષા દર્શાવી છે તે…..
Thanks ?? 9978099786 for our what’s app group
Jordar