તમારા શ્વાસ થી તમારો મોબાઈલ ફોન નો રંગ બદલાઈ જશે, જાણો કેવી રીતે ?

www.mrreporter.in
Spread the love

OnePlus 8T Concept ફોનમાં ઇલેક્ટ્રોનિક કલર, મેટેરિયલ એન્ડ ફિનિશ (ECMF) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો

બિઝનેશ- નવી દિલ્હી, મી.રિપોર્ટર, 24મી  ડિસેમ્બર. 

મોબાઈલ બજારમાં હજુ પણ ચીની કંપની નો દબદબો છે. ચીની કંપની પોતાની લેટેસ્ટ ટેક્નોલોજી નો ઉપયોગ મોબાઈલ ફોનની બનાવટમાં કરીને બજારમાં મૂકી રહ્યા છે. ચીની કંપનીના સ્માર્ટફોન બ્રાંડ વનપ્લસએ નવા કોનસેપ્ટ ફોન OnePlus 8T લોન્ચ કરી દીધો છે. ચીની કંપનીના નવા કોનસેપ્ટ ફોન ઓલ-ન્યૂ બેક પેનલ સાથે રજૂ કરવામાં આવ્યો છે જેમા6 એક રંગ બદલવાની ફિલ્મનું સ્પેશિયલ ફીચર સામેલ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે જેમ તમે શ્વાસ ભરો છો એટલી જ વારમાં આ ફોન પોતાની બેકસાઇડનો રંગ બદલે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

OnePlus 8T Concept ફોનમાં ઇલેક્ટ્રોનિક કલર, મેટેરિયલ એન્ડ ફિનિશ (ECMF) જેવી ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીના દ્વારા ફોનમાં કલર ચેજિંગ ઇફેક્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફોનની રિયર પેનલ કાચની જ છે જેમાં મેટલ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં બેક પેનલ મેટ ઓક્સાઇડ એક્ટિવેટ થતાં જ ફિલ્મ ચેજિંગ ઇફેક્ટ શરૂ થઇ જાય છે. કલર ચેજિંગ ફિલ્મમાં ફોન વાદળી રંગ, સિલ્વર રંગમાં બદલાઇ શકે છે. તમે જેટલા જલ્દી શ્વાસ લો છો,  તેટલા જલ્દી જ રંગ બદલાય છે. 

આટલું જ નહિ OnePlus 8T Concept ફોનમાં એક વધુ ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યું છે. કોન્સેપ્ટ ફોન મોશન ટ્રેકરનો ઉપયોગ કરી ઇશારાથી ફોન કોલને જવાબ આપી શકો છો. ફોન કેમેરા પર હાથ રાખીને વીડિયો કોલ એક્સેષ્ટ અથવા રિજેક્ટ કરી શકાય છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.