વડોદરામાં સપ્તપદીના ફેરા ફર્યા બાદ કન્યાના વિદાય સમયે જ નવવધૂને ચક્કર આવતા મોત, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, ૪થી માર્ચ. 

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સપ્તપદીના ફેરા ફર્યા બાદ  કન્યાના વિદાય સમયે જ નવવધૂને ચક્કર આવતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જોકે વધુ સારવાર મળે તે પહેલા જ નવવધુ નું કોરોનાના લીધે મૃત્યુ થયું હતું. નવવધૂના મોત બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ  પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. નવ દંપતી પોતાનું સાંસારીક જીવનની શરૂઆત કરે તે પહેલાં પત્નીનું  મૃત્યું થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી 37, ક્રિષ્ણા ટાઉનશિપ-1માં રહેતા મુક્તાબહેન સોલંકી(ઉં.વ.45) અને તેમની જ ક્રિષ્ણા ટાઉનશિપમાં મકાન નંબર-એ-101માં રહેતા હિમાંશુભાઇ શુક્લાવચ્ચે પ્રેમ સંબધ હતો. પહેલી માર્ચના રોજ પરિવારજનોની ઉપસ્થિતીમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી. ફેમિલી ડોક્ટરની દવા લીધા બાદ થોડો આરામ થયા બાદ પરિવારજનો દ્વારા આજે મુક્તાને સાસરીમાં વિદાય આપવા માટેનું મૂહુર્ત કાઢવામાં આવ્યું હતું.

www.mrreporter.in

પરિવારજનોમાં મુક્તાને ભાવભરી વિદાય આપવામાં ભારે ખુશીનો માહોલ હતો. સાંસારીક જીવનના સોનેરી સપના જોનાર મુક્તા પતિ ગૃહે જવા માટે સોળે શણગાર સજીને તૈયાર થઇ ગઇ હતી. મુક્તાને વિદાયની ઘડીઓ આપવામાં આવી રહી હતી. તેજ સમયે એકાએક મુક્તાને ચક્કર આવતા તે સ્થળ પર ફસડાઇ પડી હતી. મુક્તાના વિદાય સમારંભમાં આવેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને મુક્તાને બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપતા પૂર્વે જ મૃત જાહેર કરતા પતિ હિમાંશુ શુક્લા સહિત પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદન થી સન્નાટો છવાઈ ગયો હતો.  નવવધૂ મુક્તા શુક્લાનું અવસાન થયા બાદ હોસ્પિટલમાં કોવિડ19ની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુક્તાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલ દ્વારા કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ પરિવારજનોને મુક્તાનો મૃતદેહ અંતિમવિધિ માટે આપવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકને કરવામાં આવતા એ.એસ.આઇ. નટવરભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.