નોકરી મેળવવાના ચક્કરમાં યુવકે ઓનલાઇન વેબસાઈટ પર રૂપિયા 3.95 લાખ ગુમાવ્યા, પછી કેવી રીતે રૂપિયા મેળવ્યા જાણો !

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-વડોદરા, મી.રિપોર્ટર, ૫મી માર્ચ.

કોરોના સંકટ ને લીધે રાજ્યમાં  બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે, જેનો લાભ લઈને હવે બેરોજગારોને નોકરીની લાલચ આપીને ભેજાબાજો દ્વારા ઓનલાઈન નાણાંકીય છેતરપીંડી કરવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સત્કાર સોસાયટીમાં રહેતા મૌલિક પાઠક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 28 જાન્યુઆરીના રોજ તેઓએ જોબ માટેની સાઇટ પર પોતાનો બાયોડેટા મૂક્યો હતો, જેથી કેરિયર બઝ નામની કંપનીએ બાયોડેટા મેળવી 30 જાન્યુઆરીના રોજ ઇન્દ્રનીલ દાસ નામના વ્યક્તિએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારો બાયોડેટા ખુબ જ સારો છે અને અમે તમને ઘણા બધા ઓપ્શન આપી શકીએ તેમ છે, જેના માટે તમારે 5800 રૂપિયા ભરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ત્યારબાદ ઓનલાઇન ઇન્ટરવ્યૂ કરીને ટુકડે-ટુકડે રૂપિયા 3,93,300 રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી ટેક્નિકલ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા હોવાનો ઓફર લેટર મોકલી જણાવ્યું હતું કે, અમારી માઈન્ડ ટ્રી નામની કંપની બેંગ્લોરમાં છે, ત્યાં પહોંચી લેટર આપજો એટલે એન્ટ્રી મળશે અને ત્યાં તમારે સેલેરીના 11.3 ટકા ભરવાના રહેશે, જેથી ફરિયાદીને શંકા જતા તેઓએ પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસ ફરિયાદ કરતાં જ 3,34,400 રૂપિયા બેંક ખાતામાં પરત આવી ગયા હતા. જોકે હજી 58,900 રૂપિયા પરત આવ્યા નથી. પોલીસે આ મામલે છેતરપિંડીની કલમો હેઠળ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.