તમારે જાણવું છે કે, કોણ તમારી Facebook પ્રોફાઈલ જોઈ રહ્યું છે ? વાંચો, આ રીતે જાણી શકશો..

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી- મી.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ. 

ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પર એકબીજા સાથે  મળવાનું, નવા સંપર્કો જોડાવા માટેનું  Facebook સૌથી શક્તિશાળી માધ્યમ છે. Facebook માં  5000 નું ફ્રેન્ડ લીસ્ટ હોય છે, જેમાં રોજ કોઈ ને કોઈ તમારું પ્રોફાઇલ જોતું હોય છે. ઘણા નવા લોકો પણ તમારા પ્રોફાઈલ પર લટાર મારી આવતા હોય છે.

આવા સમયમાં કોણે તમારો પ્રોફાઈલ ચેક કર્યો હોય તો અત્યાર સુધી તમારે થર્ડ પાર્ટી એપ્પ મોબાઈલ ડાઉન લોડ કરવી પડતી હતી. જોકે હવે Facebook નવું ફિચર લાવ્યું છે કે, તેના દ્વારા તમે આસાની થી જાણી શકશો કે કોણે તમારો પ્રોફાઈલ જોયો ? આ સુવિધા એન્ડ્રોઈડ અને આઇઓએસ બંને યૂઝર્સ માટે છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

એન્ડ્રોઈડ ફોન માટે આ રીતે જુઓ… 

એન્ડ્રોઈડ ફોન યુઝર્સે સૌ પ્રથમ  ફેસબુક ડેસ્કટોપથી લોગિંન કરવું પડશે. સૌથી પહેલા તમે ડેસ્કટોપ પર ફેસબુક પેજ ખોલો. ત્યારબાદ હોમ પેજ પર જઈ રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કર્યા બાદ તમને ઘણા ઓપ્શન જોવા મળશે. તમે View page source વિકલ્પ પર ક્લિક કરો. 

IOS યૂઝર્સ આ રીતે જાણી શકશે….

IOS યૂઝર્સ માટે રીત અલગ છે. તેમણે પ્રાઈવેસી સેટિંગમાં જવું પડશે.  તેમને ફેસબુક એપ ઓપન કરવી પડશે. ત્યારબાદ ફેસબુક એપના સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં તેમને પ્રાઈવેસી શોર્ટકટનું ઓપ્શન મળશે. અહીં તેઓ Who viewed my profile પર ક્લિક કરી જાણી શકશે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.