એપિસોડ -૧૫
(હવે થી માત્ર દર ગુરુવારે )

(એપિસોડ -૧૪: તમે પાછલાં અંકમાં વાચ્યું… આકાંક્ષા ના અચાનક પ્રેમ ના ઈઝહાર કરવાથી વિશ્વાસ અચંબિત થઇ જાય છે અને કોઈ પણ જવાબ આપવા ના હોશ માં નથી હોતો એ વખતે કોફી શોપ માં બેઠેલા બધા જ લોકો વિશ્વાસને કહે છે કે વિશ્વાસે આકાંક્ષાને હા પાડી દેવી જોઈએ. આખરે વિશ્વાસ આકાંક્ષાને હા પાડી દે છે. પછી આકાંક્ષા અને વિશ્વાસ છુટા પડે છે અને આકાંક્ષા ઘરે આવે છે તો એના પાપા આકાંક્ષા ના બદલાયેલા અંદાજ સમજ માં આવી જાય છે. એ પછી આકાંક્ષા અને વિશ્વાસ નું મળવાનું વધી જાય છે પરંતુ આકાંક્ષા ની પરીક્ષા નજીક આવતા બને નું માંડવાન બંધ થઇ જાય છે. એ પછી પરીક્ષા પૂરી થયા પછી આકાંક્ષા એના મિત્રવર્તુળ સાથે કેન્ટીન માં બેઠી હતી ત્યાં જ એના ખભા પર કોઈ હાથ મુકે છે)

ત્યાં જ મને મારા ખભા પર હાથ મારીને કોઈ બોલાવી રહ્યા નો આભાસ થયો. પાછળ ફરીને જોયું તો એ વિશ્વાસ હતો. હર્ષ કેન્ટીન વાળા કાકાને ઓડર આપી ને અમારા ટેબલ પાસે આવતો હતો અને એણે વિશ્વાસ નો હાથ મારા ખભા પર જોયો, એ જોતા જ એ બોલ્યો,

‘ઓ ભાઈ એક મિનીટ ….કોણ છે તું ? કેમ તે એના ખભા પર હાથ મુક્યો ? કોલેજમાં છોકરીઓ ને હેરાન કરવા આવે છે ? તારી બધી જ મજનુગીરી ઉતારી દઈશ…ચાલ નીકળ અહી થી…’ હર્ષે ગુસ્સામાં વિશ્વાસને કહ્યું.

‘અરે હર્ષ સાંભળ તો ખરો…..’ મેં હર્ષને રોકતા કહ્યું પણ એ તો કઈ પણ સાંભળવા તૈયાર જ નહોતો.

‘ ના, આકાંક્ષા તું જરા બાજુ માં હટ આવા લોકો કોલેજમાં આવે છે માત્ર છોકરીઓને હેરાન કરવા… ‘ આવું બોલીને એને વિશ્વાસના શર્ટ નો કોલર પકડી લીધો અને હાથ ઉપાડવા જતો હતો ત્યાં જ મેં એનો હાથ રોકીને હર્ષને એક લાફો મારી દીધો . એકાએક મારો હાથ હર્ષ પર ઉપડતા બધા જ ચોંકી ઉઠ્યા અને વાતાવરણ માં એક સવાલ સાથે ચુપ્પી છવાઈ ગઈ. હર્ષ એના ગાલ પર હાથ મૂકીને હજી અવાક થઇને મારી સામે જોઈ રહ્યો હતો.

‘ આકાંક્ષા, તે મારા પર હાથ ઉપાડ્યો ? એ પણ આ સડકછાપ છોકરા માટે ?? ‘ હર્ષે ગુસ્સા માં મને પૂછ્યું.

‘ તું હવે એક મિનીટ ચુપ રઈશ ? જો હવે એક પણ શબ્દના બોલીશ તો હું તારી જોડે ક્યારે પણ વાત નહી કરું. આટલો તમાશો કરતા પહેલા એક વાર તો મારી વાત સાંભળી લેવી હતી. આ વિશ્વાસ છે હું અને વિશ્વાસ એકબીજાને પ્રેમ કરીએ છે આજે હું તમને બધાને વિશ્વાસ વિશે વાત કરવાની જ હતી પણ ત્યાં જ અચાનક વિશ્વાસ આવી ગયો’ હું એક જ શ્વાસે બધું જ બધા ની સામે બોલી ગઈ. બધા ના ચહેરા પરથી લાગ્યું કે એ લોકો ખુશ પણ હતા અને થોડા દુખી પણ કદાચ એટલે કારણ કે વિશ્વાસ સાથેની પહેલી જ મુલાકાત આવી રીતે થઇ.

‘ મને માફ કરી દે વિશ્વાસ…… મારે આકાંક્ષા ની વાત સાંભળી લેવાની હતી.’ હર્ષે દિલગીરી દર્શાવીને માફી માંગતા કહ્યું.

‘ અરે… હોય કાંઈ…. મને તો ખુશી છે કે તમે બધા છોકરાઓ પોતાના ગ્રુપ ની છોકરીઓ નું ધ્યાન રાખો છો.’ વિશ્વાસે હર્ષને કહ્યું અને બને એકબીજા ના ગળે મળ્યા.

એ પછી વિશ્વાસ મારા બધા બધા મિત્રોને મળ્યો.એ પછી વાતાવરણ પણ હળવું થઇ ગયું હતું વિશ્વાસે હર્ષને માફ કરી દીધો હતો. હવે તો બધાના નો મૂડ પણ ઠીક હતો એટલે અમે બધા કેન્ટીન માં બેઠા બેઠા ગપ્પાં મારતા હતા અને નાસ્તો કરતા હતા. આજે તો બધા મિત્રો ની સાથે વિશ્વાસ પણ મારી સાથે હતો એટલે ,મને બીજા બધા કરતા વિશ્વાસ માં રસ હતો એની વાતોને સંભાળવી હતી અને એના એ ગુલાબી હોઠ અને અને જયારે એ હસે ત્યારે ડોકિયું કરતા દાડમ જેવા એના દાંત ….હાય… મારા મનને વારંવાર મોહી લેતા હતા એટલે હું માત્ર એને જોતી હતી અને મલકાતી હતી. ત્યાં જ કોઈ વાત માં મને રીમા એ પૂછ્યું, ‘બરાબર ને આકાંક્ષા ?? ‘

‘ અમ્મ્મ…..હમમ …શું?? ‘ મને તો એ પણ ખબર જ નહોતી કે એ બધા શું વાત કરી રહ્યા હતા એટલે રીમા મને ચીડવતા બોલી, ‘ રેવા દે બકા તને તો પ્રેમ રોગ લાગ્યો છે અને એ તો કે ક્યારથી તું આવી બાઘી બની ગઈ ??? ‘ અને હું એક હયા સાથે નીચું જોઈ ગઈ.

‘ ઓહ હો શું ગાલ પર લાલી આવે છે …..હમ્મ્મ્મ…..’આવા મજાક સાથે બધા મને ચીડવવા લાગ્યા.

‘ બસ હો હવે એ એકલી નથી હવે હું પણ છુ કોઈ એને ચીડવશે નહિ… ‘ વિશ્વાસે મારો પક્ષ લેતા લેતા કહ્યું ….

આવી જ મજાક મસ્તી બાદ અમે બધા છુટા પડ્યા. હું અને વિશ્વાસ વાતો કરતા કરતા પાર્કિંગ સુધી પહોચ્યા. હવે થોડી જ મીનીટો માં હું અને વિશ્વાસ છુટા પડવાના હતા. મન માં ક્યાંક એવું હતું કે કાશ….. હજી વિશ્વાસ મારી સાથે થોડુ વધારે રોકાઈ જાય…. તો થોડો વધારે સમય એની સાથે રેવાનો મોકો મળે. પરંતુ એ શક્ય નહોતું મારે ઘરે પહોચવાનું હતું અને વિશ્વાસનેપણ ઓફીસ જવાનું હતું. એટલે મન ના હોવા છતાં પણ છુટા પડવાનું હતું .

હું મારી એકટીવા ચાલુ કરતા વિશ્વાસને કહેવા લાગી, ‘ એક કામ કર તું હવે ઓફીસ જા, હું ઘરે પહોચીને વાત કરું…’

વિશ્વાસ મને જોઈ રહ્યો હતો કારણ કે મારી એકટીવા જ ચાલુ નહોતી થતી. આખરે વિશ્વાસે કહ્યું, ‘ એક કામ કર….મને નથી લાગતું કે આ હમણાં ચાલુ થાય કેમ કે એ પણ ઈચ્છે છે કે તું આજે મને ચીપકીને મારી બાઈક પાછળ બેસે.’ અને હસવા લાગ્યો.

મને લાગ્યું કે વિશ્વાસ મારા મનમાં ચાલતી વાતો સમજી ગયો છે એટલે જ આમ કહે છે. પણ મેં એને હા નહોતી પાડી

‘ તું મારા પર ચાન્સ ના માર, ઓફીસ જા. હું પહોચી જઈશ. ‘ મેં થોડું ચિડાઈને કહ્યું.ના પાડ્યા પછી એવું થયું કે હું પણ એવું જ ઈચ્છતી હતી ને કે થોડી વધારે વાર વિશ્વાસ અને હું સાથે રહીએ અને એમાં જો એ સામે થી આવું કહેતો હોય તો ના થોડી પડાય ???? હું કેટલી ડોબી છુ…..શું જરૂર હતી નાં પડવાની ….ખોટું ડહાપણ કરવાની … હું મારી જાત પર જ ચિડાઈ ગઈ.

‘ આકાંક્ષા, એકટીવા નથી ચાલુ થતું એમાં તું મારા પર ના ચિડાઈશ. ખોટી હેરાનના થા હવે એને લોક કરીને પાર્કિંગમાં જ રાખ…. ચાલ હું તને ઘરે ઉતારી દઉં…. પછી ઓફીસ જાવ છુ’ વિશ્વાસે મને ફરી થી એની સાથે જવા માટે કહ્યું.

‘હા, સારું …..આઇસ્ક્રીમ ખવડાવીશ ?? તો જ આવું ‘ મેં એક નાના બાળક સમાન સામે સવાલ કર્યો.

‘ હા, મારીમાં …. ખવડાવીશ….ખુશ ??? ચાલ હવે ‘ વિશ્વાસે બાઈક ચાલુ કરતા મને કહ્યું.

હું અને વિશ્વાસ બાઈક પર વાતો કરતા કરતા નીકળ્યા. વિશ્વાસ ની પાછળ બેઠા પછી મને એવું લાગ્યું કે હું કોઈ એવી દુનિયામાં છુ જ્યાં માત્ર હું અને વિશ્વાસ હોઈએ , મારા બેકગ્રાઉન્ડમાં મસ્ત વાયોલીન વાળું સંગીત વાગતું હોય એવું લાગ્યું. મને ટ્રાફિક વાળા રસ્તામાં પણ માત્ર વિશ્વાસ નો જ અવાજ સંભળાતો હતો. મારા વાળ પવન ની સાથે મળીને ઝૂમી રહ્યા હોય એવું લાગ્યું. હું આંખો બંધ કરી ને મારા આ અહેસાસને માણી રહી હતી ત્યાં જ બાઈક ની બ્રેક વાગી……..

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: