‘તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું, તે તારે કરવું પડશે’ : ફેસબુક ફ્રેન્ડે પરિણીતાને ધમકી આપી….વાંચો..

‘તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું, તે તારે કરવું પડશે’ : ફેસબુક ફ્રેન્ડે પરિણીતાને ધમકી આપી.

સુરત- મી.રીપોર્ટર, ૩૦મી ઓગસ્ટ. 

સોશિયલ મીડીયાનો માર્યાદિત ઉપયોગ ઘણો જ ઉપયોગી નીવડે છે. પણ કયારેક ક્યારેક તેનો અતિરેક વ્યક્તિના જીવનને બરબાદ અને છિન્નભિન્ન કરી નાખે છે. આવો જ એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. સુરતના લિંબાયતની પરિણીતાને ફેસબુક ફ્રેન્ડ સાથેની મિત્રતા બાદ બાંધેલો શરીર સંબંધ ભારે પડયો હતો. પરિણીતા સાથેના શરીર સંબંધ બાદ ફેસબુક ફ્રેન્ડે તેણીને પોતાની સાથે મિત્રતા રાખવા બળજબરી કરી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની 41 વર્ષીય માતાની મોટાવરાછાના 20 વર્ષીય રાજન મનસુખ ગજેરા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આશરે સાતેક મહિના અગાઉ બંને વચ્ચે ફેસબુક પર થયેલી મિત્રતા બે માસ અગાઉ ચેટિંગથી આગળ વધી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર શરૃ થયેલી વાતચીતનો સંબંધ રૃબરૃમાં મળવા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધતા બંનેએ એકબીજાની મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો.

સબંધ બંધાયા બાદ રાજન તેણીને મન ફાવે તે સમયે મળવા બોલાવતો  હતો. જોકે પરિણીતા પરિણીત હોવા સાથે દુકાનના વ્યવસાયમાં સંકળાયેલી હોય તેને મળવા જઈ શકતી નહોતી, જેને પગલે રાજન તેણીને ફોન કરી ગાળો ભાંડતો હતો. રાજનના વ્યવહાર થી તંગ આવીને પરિણીતાએ તેની સાથેના સબંધ પર પૂર્ણવિરામ મુકીને પોતાના પતિને જાણ કરી હતી.  જેને લીધે ઉશ્કેરાયેલા રાજને તેણીને, ‘તુ મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું તે તારે કરવું પડશે અને નહીં કરે તો તારા પરિવારનું શું થશે તે જોઈ લેજે અને તારી જિંદગી અને મોત મારા હાથમાં છે’.

રાજનની આવી ધમકીથી ભયભીત પરિણીતાએ મંગળવારે ફરિયાદ આપતા લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે પીએસઆઈ એન. એમ. જોષી તપાસ કરી રહ્યાં છે

Leave a Reply