તમે લગ્ન કરવા જઈ રહ્યા છો, આ નિયમનું પાલન કરવું પડશે.. જાણો શું છે નિયમ !

www.mrreporter.in

લગ્ન સમારોહ માટે ઓનલાઈન મંજૂરી ફરજિયાત, અધિકારીને રજિસ્ટ્રેશન સ્લીપ બતાવવી પડશે

અમદાવાદ- મી.રિપોર્ટર, ૧૧ મી ડીસેમ્બર. 

ગુજરાતમાં  લગ્ન ગાળો પુરો થવા આવ્યો છે અને 16મી ડિસેમ્બરે કમુર્તા બેસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે. અત્યાર સુધી લગ્નની મંજૂરી મામલે અસમંજસમાં રહેલી સરકારે લગ્નગાળો પુરો થવા આવ્યો ત્યારે એક નવો નિર્ણય કર્યો છે. હવેથી લગ્ન કે રિસેપ્શન માટે ઓનલાઈન મંજૂરી લઈ શકાશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં હજુ પણ કોરોના નો કહેર જારી છે. કોરોના મહામારી વચ્ચે જ સરકારે લગ્ન કરનારા દંપતી અને તેમના પરિવાર માટે કેટલાક નિયમો ઘડીને બહાર પડ્યા છે.  સરકારના લગ્ન અંગે ના નવા નિયમો પ્રમાણે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો નું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઇ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જો કે લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણય ફેરવી તોળ્યો હતો અને મંજૂરીમાંથી મુક્તિ આપી હતી. જ્યારે લગ્ન સમારંભના સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો.

નવા નિયમોમાં પણ વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ,  સોશિયલ ડિસ્ટન્સિગનું ફરજિયાત પાલન

જ્યારે લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply