“આપ સુવર જેસે મોટે હો ગયે હો, કમ ડાયટ લિયા કરો”… ફેન્સે મોલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ ને રોકડું પરખાવ્યું

Spread the love

ક્રિકેટ- મિ.રિપોર્ટર, ૨૨મી જુન.

હાલમાં ઈંગ્લેંડમાં યોજાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં પાકિસ્તાની ટીમે પોતાના પ્રદર્શન થી તેના ચાહકોને ભારે  નિરાશ કર્યા છે.  એમાય ભારત વિરુદ્ધ મેચ ગુમાવવાથી પાકિસ્તાની ટીમ અને કેપ્ટન સરફરાઝ અહમદને તેમના ફેન્સનો ભારે ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે. તો બીજીબાજુ ભારત સામે મેચમાં હાર બાદ ટીમના સીનીયર ખેલાડીઓ દ્વારા સરફરાઝ પર ઘણા જ આકરા  પ્રશ્નો ઉભા કર્યા છે.

તાજેતરમાં જ સરફરાઝ અહમદ ને તેમના ક્રિકેટ ચાહકો દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. એટલુજ નહિ પણ અપમાનજનક શબ્દો પણ સંભળાવવામાં આવી રહ્યા છે. હાલમાં  સરફરાઝ અહમદ પોતાના તેમના કુટુંબ અને બાળકો સાથે મૉલમાં ફરી રહ્યો હતો, તે વેળાએ મોલમાં હજાર એક ફેન્સે સરફરાઝ અહમદ ને જોતા જ અપમાનજનક ભાષામાં કહ્યું હતું કે,  ભાઈ, ભાઈ, તમે સુવર (ડુક્કર ) જેવા જાડા  કેમ થઇ ગયા છો,  તમે પાકિસ્તાનનું નામ બહુ જ રોશન કર્યું છે. ” આપ સુવર જેસે મોટે હો ગયે હો, કમ ડાયટ લિયા કરો”  ફેન્સની અપમાનજનક ટિપ્પણી પછી, સરફરાઝે તેનો ગુસ્સો ગુમાવ્યો ન હતો અને તેને અવગણીને આગળ  જતો રહ્યો હતો.  આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઇ રહ્યો છે. આપ પણ જુઓ….વિડીયો…માં ફેન્સ સરફરાઝ અહમદનું કેવું અપમાન કરી રહ્યો છે. 

Faizan Najeeb Danawala – Now this is disgraceful! Two years back you were celebrating and dancing on the roads because of them #ct17 and today you are treating them like this. You may comment on their performance and fitness but this is not the way! #CWC19 #PAKvSA #WeHaveWeWill….