રાજનીતિ-ઉત્તર પ્રદેશ, મિ.રિપોર્ટર, ૧૬મી મે

દેશમાં  લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં પહોંચતા ચુંટણીમાં ફરજ બજાવનાર એક મહિલા અધિકારી પોતાની અદાઓ અને સાડીના લીધે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ મહિલા અધિકારીને સોશિયલ મીડિયા પર તેના નામ ને બદલે પીળી સાડીવાળીના નામથી ઓળખવામાં આવી રહી છે. આ મહિલા  અધિકારીનું નામ સાચું નામ રીના દ્વિવેદી છે. એક ફોટોગ્રાફરે  ચુંટણીમાં ફરજ બજાવતી વખતે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જે ખુબ વાઈરલ થતા જ સામાન્ય સ્ત્રી માંથી રીના અચાનક જ લાઈમલાઈટમાં  આવી ગઈ છે, જેના લીધે તે ઘણી જ હેરાન છે.

રીનાની તસવીર વાયરલ થઈ તો તેણે કહ્યું કે, પરિવારમાં બધા ખુશ છે. હાલમાં ખૂબ જ વ્યસ્ત છું. મીડિયાવાળા બધા આવીને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. હવે આ બધું સારું લાગી રહ્યું છે. હું એન્જોય કરી રહી છું.  તેણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, લોકો મને આવીને કહી રહ્યા છે કે તમે આગામી બિગ બોસ કન્ટેસ્ટન્ટ છો. મને લાગ્યું કે તેઓ મારી મજાક કરી રહ્યા છે. હાલમાં મારી પાસે એવી કોઈ ઓફર નથી આવી. જો આવશે તો ચોક્કસ તેના વિશે વિચારીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રીનાને ફિલ્મની પણ ઓફર મળી ચૂકી છે પરંતુ તેણે દીકરા માટે ઓફર ફગાવી દીધી છે. આ અંગે રીનાએ જણાવ્યું કે, તેને ભોજપુરી ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ દીકરાને કારણે તેણે ના પાડી દીધી. હવે આવી ઓફર મળશે તો વિચારશે. રીનાના પતિનું વર્ષ 2013માં નિધન થઈ ગયું હતું. વર્ષ 2004માં તેના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનાર સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા.

This slideshow requires JavaScript.

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: