યેલો ટોપ અને લાઈટ કલર નું જીન્સ પહેર્યું  હતું, ઓવરસાઈઝડ ગ્લાસીસ અને તેના ચહેરા પર હવા થી ઉડતા વાળ…

Spread the love

(અંક 1 માં તમે વાચ્ચૂ… હું મારા ચાર ઓફીસ મિત્રો સાથે નવસારી કોલેજ ના સર્વે માટે ગયા હતા, ચાલુ કામ મા બ્રેક લઈ હું કોલેજની કેન્ટીન ગયો જયા બહુ ભીડ હતી ત્યારે આકસ્મિક રીતે મુલાકાત અેક આકર્ષક યુવતી સાથે થઈ. તેને મને ઘકકા મારી ઘુસવા કીઘુ. તે તેનો ઓર્ડર લઇ એક સ્ટુલ પર બેઠી.. હવે અંક 2..)

મેં થોડી તેની ટેકનીક વાપરી ધીરે ધીરે કાઉન્ટર પર પહોચી ગયો અને ચા લઈ બહાર આવ્યો. હું એક સાઈડ પર થઇ ગયો અને સિગરેટ સળગાવી. મારું ધ્યાન કુદરતી હવે તે જ્યાં દુર સ્ટુલ બેઠી ત્યાં ગયું. તેને કાન માં ઈયર ફોન લગાવ્યા હતા અને મસ્તી થી હાઈ-ટી લઈ રહી હતી.

તેનો ચહેરો ખુબ આકર્ષક હોઈ વારંવાર મારું ધ્યાન તેના તરફ ખેચાઇ જતું. પણ હવે જવાનો ટાઇમ પણ થઇ ગયો હતો કદાચ ઓફીસ મિત્રો રાહ જોતા હશે તેમ વિચારી ચાનો ખાલી કપ એક સ્ટુલ પર મૂકી મેં કેન્ટીન ની વિદાય લીધી અને કામે લાગ્યો. સાંજે અમારી રેહવાની વ્યવસ્થા મુજબ કોલેજ ના ગેસ્ટ હાઉસ માં પોહચી ગયા. જમી અમે ચારે જાણ રૂમ પર પત્તા રમવા બેઠા તેટલા માં સુપરીન્ટેન્ડન્ટ સાહેબે ગાડી મોકલી ને ડ્રાઈવરને કીધું કે આ લોકો ને ફરાવી લાવો.

તેને અમને સુપરીન્ટેન્ડન્ટ સાહેબ નું ફરમાન કીધું એટલે હું તૈયાર થઇ નીચે ઉતર્યો અને ગાડી તરફ વળ્યો ત્યાં મને પેલી બર્ગર વળી રોડ પર ચાલતી આવતી દેખાઈ. તે બિલકુલ અમારા ગેસ્ટ હાઉસ તરફ જ આવતી હતી. તેને મને જોઈ કાન માંથી ઈયરફોન કાઢ્યા તે હવે મારી બિલકુલ નજીક આવી ગઈ હતી. એટલે મેં બપોર ની વાત યાદ કરી તેને સ્માઈલ આપી તેને પણ સ્માઈલ આપી ઉભી રહી ગઈ હવે મારે કઈક તો વાત કરવી પડશે એમ વિચારી મેં એને પૂછ્યું: ”અહી ગેસ્ટ હાઉસ માં??? મહેમાન છે શું?” પણ મારા કરતા તેનો અંદાજ બહુ સ્માર્ટ હતો તેને નીચે થી લઇ ઉપર સુધી નજર ફેરવી બોલી :”હું નહિ…., પણ તમે મહેમાન લાગો છો…?” તેમ મહેમાન શબ્દ પર ભાર મૂકયો. “હું, અહી રિસર્ચ સ્ટુડન્ટ છું” ગેસ્ટ હાઉસ ની બાજુ ની બિલ્ડીંગ તરફ ઈશારો કરી તેને કીધું “આ મારી હોસ્ટેલ છે”

“અમે ગાંધીનગર થી એક ટીમ તરીકે કોર્સ ના સર્વે માટે આવ્યા છે, બેચાર દિવસ માટે `તમારા’મહેમાન  છીએ” મેં `તમારા’ પર ભાર આપ્યો. તેટલી વાર માં ઓફીસ મિત્રો નીચે આવી ગયા હતા બહુ લવારા તેમના સામે ચાલે નહિ એટલે મેં તેને બાય કીધું અને ગાડી માં બેસી બજાર તરફ નીકળી ગયા. અમે બધા આઈસ્ક્રીમ પાર્લર માં ગયા મનપસંદ આઇસ્ક્રીમ ઓર્ડર કર્યો. બધાની સાથે હોવા છતાં પણ સાલું મારું ધ્યાન પેલી બર્ગર વળી સાથે ની આજની અચાનક થયેલી બે મુલાકાતો પર જતું રેહતું.

તેનો ચહેરો વારંવાર મારી સામે આવી જતો. અમે રાત્રે પાછા ગેસ્ટ હાઉસ પાછા ફર્યા ગાડી માંથી નીકળી મારું ધ્યાન તરતજ બાજુની હોસ્ટેલ તરફ ગયું ત્યાં પેહલા માળે કોઈક ઉભું હતું એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે કદાચ તેજ ઉભી છે પણ સાથે ઓફીસ મિત્રો હતા એટલે મેં નજર હટાવી તેમની સાથે ઉપર જઈ સુઈ ગયો.

બીજા દિવસે પાછા અમે ચારેય કામે લાગી ગયા મેં મારી બેચના ૫૦ વિદ્યાર્થી ને બોલાવી લીધા ને પાછું એક પછી એક વિદ્યાર્થી ને વ્યક્તિગત રીતે વાત કરવાની ચાલુ કરી દીધી. આમ કરતા કરતા ત્રણ વાગવા આવી ગયા, હું ઉભો થયો અને ઓફીસ મિત્રો પાસે ગયો અને તેમને મારી સાથે બ્રેક પર આવવા કહ્યું કદાચ મને પણ ખબર હતી કે એલોકો નાજ પડશે પણ પૂછવા ખાતર પૂછી લીધું અને તરતજ કેન્ટીન તરફ નીકળી પડ્યો.

હું કેન્ટીન માં દાખલ થયો મેં નજર આમતેમ ફરવી, કોઈ દેખાયું નહિ, કોઈ એટલે જેને મારી નજર શોધી રહી હતી. એટલી વાર માં દુર થી મેં તેને આવતા શોધી નાખી, તેને યેલો ટોપ અને લાઈટ કલર નું જીન્સ પહેર્યું  હતું અને ઓવરસાઈઝડ ગ્લાસીસ અને તેના ચહેરા પર હવા થી ઉડતા વાળ, આજે તો બહુજ સુંદર લાગી રહી હતી. તેને જોઈ હું થોડો નર્વસ થયો તે બિલકુલ સામે આવી ગઈ. આવી ને તેને તેનું પર્સ ટેબલ પર મુક્યું તેના ચહેરા પરથી ગ્લાસ ઉતારતા તે સ્માઈલ સાથે બોલી :”ગુડ આફ્ટર નૂન” મેં પણ તેને ગ્રીટ કરી અને અચાનક મારા મોઢા માંથી નીક્લી ગયું :”મોડું થયું…. ??????” તે બંને હાથ ની આંગળીઓને કપાળ થી આગળ આવી ગયેલા તેના વાળ સરખા કરતાં થોડું ચોકી ને બોલી :” કેમ, મારી રાહ જોતો હતો કે શું?”

મેં હસતા હસતા જવાબ આપ્યો :”……..કદાચ”

તેને પણ હળવાશ થી લીધું, અને બોલી :”કેમ, મારી રાહ….?”

મેં તેની સામે જોયું અને વાતને મજાક માં બદલવા બોલ્યો: “એટલે, આટલી ભીડ માં કાઉન્ટર પર થી ઓર્ડર લાવવાની જે તારી કળા છે ને !!!! તે બહુ જોરદાર છે, માની ગયા તને,…બસ એટલે તારી રાહ જોતો હતો કે તું આવે તો આપડો ઓર્ડર ટાઇમ સર મળી જાય”

તેને મારી સામે જોયું અને ખડખડાટ હસી પડી, તેને જોઇને હું પણ હસવા લાગ્યો, થોડી ક્ષણ અમે એક બીજા સામે જોતા ગયા અને હસતા ગયા. કદાચ કોઈ પણ પરિચય શિવાય આ રીતની મુલાકાત… મારી લાઈફ માં પેહલી વખત હતી. પણ જામી ગઈ. અમે દસેક મિનીટ વાતો કરતાં બેસી રહ્યા તે તેના અંદાજ માં તેના ખુલા વાળ માં આંગળીઓ ફરાવતી ફરાવતી બોલતી ગઈ, હું સાંભળતો ગયો. વાત વાત મેં તેનું નામ પૂછી લીધું તેનું નામ હતું “તનુશ્રી”. અમે પછી છુટા પડ્યા તે તેના કામે અને હું મારા કામે નીકળી પડ્યો.

રાત્રે મેં મારો ડેટા કોમ્પ્યુટર પર ફીડ કરી દિધો. ફરી એકવાર અમે પત્તા રમવા બેસી ગયા પછી જામી ને સુવા ગયા. પણ આજે મને ઊંઘ આવતીજ નહતી. ટીવી ચાલુ કર્યું થોડી વાર ટીવી સામે બેસી રહ્યો અને ચેનલ બદલતો રહ્યો, પછી બાલ્કની માં ગયો સિગરેટ સળગાવી, પણ મનમાં તનુશ્રી ના વિચારો ચાલતા રહ્યા. તેની હલકી ખુશ્બુ મને મહેસુસ થતી અને મારી આંખો બંધ થઇ જતી. આમ કરતા કરતા મને ક્યારે આંખ લાગી ગઈ મને ખબર જ ના પડી….(ક્રમશઃ…)

(