હેવાનિયત : બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં મરચાની ભૂકી નાખતા હતા, વાંચો ક્યાં શેલ્ટર હોમમાં ?

Spread the love

નવી દિલ્હી, મી.રિપોર્ટર, ૨૯મી ડીસેમ્બર. 

નવી દિલ્હીના દ્વારકા વિસ્તારના  એક શેલ્ટર હોમમાં માસૂમ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં મરચાની ભૂકી નાખવામાં આવતી હતી. બાળકીનું  ઉત્પિડન બીજું કોઈ નહિ પણ ખુદ મહિલા  સ્ટાફ  દ્વારા સજા ના ભાગરૂપે કરતી હતી. આ ઘટના દિલ્હી મહિલા પંચ દ્વારા રચિત નિષ્ણાત સમિતિની તપાસ દરમિયાન ભોગ બનેલી બાળકીઓએ આરોપ લગાવ્યો છે. બાળકીઓના આરોપ બાદ  આ મામલે મહિલા પંચની પહેલ પર પોલીસે શેલ્ટર હોમના સ્ટાફની વિરૂદ્ધ પોક્સો એક્ટ અને જેજ એક્ટમાં કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હી સરકારની સલાહ પર મહિલા પંચે સરકાર અને પ્રાઇવેટ શેલ્ટર હોમની તપાસ માટે ખાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ શેલ્ટર હોમમાં રહેતી અલગ અલગ 6થી 15 વર્ષની ઉંમરની 22 બાળકીઓ સાથે વાત કરી અને તેઓના અનુભવો જાણ્યા હતા. જેમાં અનેક ચોકાવનારા ખુલાસા થયા છે.  તપાસ દરમિયાન સામે આવ્યું કે, શેલ્ટર હોમમાં પુરતો સ્ટાફ નહીં હોવાના કારણે બાળકીઓ પાસે જ ઘરકામ, સાફ-સફાઇ, વાસણો ધોવા, રૂમ અને ટોઇલેટ સાફ કરવા સુધીનું કામ કરાવવામાં આવતું હતું. એટલું જ નહિ પણ  બાળકીઓ પોતાનો રૂમ સાફ ન કરે અને સ્ટાફની વાત ના સાંભળે તો તેઓની સાથે મારપીટ થતી હતી. તેઓને ગરમી અને શિયાળાના વેકેશનમાં ઘરે પણ જવા દેવામાં આવતી નહતી.