લોકરક્ષક દળ પેપર લીકપ્રકરણનો મુખ્ય આરોપી યશપાલસિંહ સુરત પરીક્ષા ગયો હતો : જુઓ..પરીક્ષા ખંડના CCTVમાં કેદ

Spread the love

સુરત, ૬ ઠ્ઠી ડીસેમ્બર. 

સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પેપર લીક કરીને ખળભળાટ મચાવનાર  મુખ્ય આરોપી યશપાલસિંહને  ગઈકાલે મોડી રાત્રે પોલીસે  મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી યશપાલસિંહ પરીક્ષા આપવા માટે સુરત પણ આવ્યો હતો અને  સુરતની અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ તેનું પરીક્ષા કેન્દ્ર હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા આવ્યો હોય અને પરીક્ષા ખંડમાં હાજર હોય તેવા ચિત્ર સીસીટીવીમાં કેદ  થયા હોવાની વિગતો બહાર આવ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

યશપાલસિંહ પરીક્ષા ખંડમાં હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા

પરીક્ષા ખંડમાં યશપાલસિંહ  હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યશપાલસિંહ પરીક્ષા ખંડમાં પેપર શરૂ થતા પહેલા પહોંચી ગયો હતો. જ્યારે પરીક્ષા ખંડમાં પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતા જ તે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી જાય છે.

પરીક્ષા કેન્દ્રના રજિસ્ટરમાં યશપાલસિંહના નામ અને કેન્દ્ર નામ સાથે ફોટો

પરીક્ષા કેન્દ્રના રજિસ્ટરમાં યશપાલસિંહના નામ અને કેન્દ્ર નામ સાથે ફોટો પણ છે. જેમાં યશપાસસિંગે રજિસ્ટરમાં સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો. રજિસ્ટરમાં યશપાલસિંહની પરીક્ષાને લગતી તમામ માહિતી છે.