સૂર્ય ગ્રહણ-શનૈશ્વરી અમાસનો દુર્લભ યોગ, ચાર રાશિઓને ગજબનો લાભ થશે ? કઈ રાશી ?

Spread the love

મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી

૨૦૧૯ના નવા વર્ષમાં જ ૫મી અને ૬ ઠ્ઠી જાન્યુઆરીના રોજ પહેલું સૂર્ય ગ્રહણ યોજાશે. આ સૂર્યગ્રહણ બાદ  બીજુ 2 જુલાઈ અને ત્રીજુ 26 ડિસેમ્બરે જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું પણ જ્યોતિષની દૃષ્ટિએ તે મહત્વનું છે. 2019નું આગમન આ વખતે કન્યા લગ્ન, તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થયુ છે જે અનેક રીતે લાભકારક નીવડવાનું છે.  લગ્નેશ બુધ ગુરુ સાથે પરાક્રમ ભાવમાં વિરાજમાન છે અને ભાગ્યના ભાવ પર દૃષ્ટિ કરે છે. ધન ભાવમાં શુક્ર-ચંદ્રની યુતિ છે. આ કારણે મોટાભાગની રાશિઓ માટે આ વર્ષ આર્થિક સુખ સમૃદ્ધિ લાવશે.

વર્ષનું પહેલુ ગ્રહણ શનિવારના દિવસે થવાનું હોવાથી તેનું મહત્વ અનેક ગણુ વધી ગયુ છે. શનૈશ્વરી અમાસ હોવાને કારણે આ ગ્રહણ ખૂબ જ ખાસ હશે. આ દિવસે દાન જપ-પાઠ, મંત્ર તથા સ્તોત્ર-પાઠ અને સ્નાનનું મહત્વ વધી જાય છે. આ ગ્રહણ ચાર રાશિ માટે ખૂબ જ ફળદાયી નીવડવાનું છે.

મેષ
સૂર્ય ગ્રહણને કારણે તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારી પ્રોફેશલ લાઈફમાં તમે રિસ્ક લઈ શકશો. જીવનની ઘટમાળમાંથી બ્રેક લેવાનો આ સારો સમય છે. જુલાઈમાં સૂર્ય ગ્રહણ થાય ત્યાં સુધીમાં તમે કેટલીક એનર્જી પર્સનલ લાઈફમાં પણ આપી શકો છો. ડિસેમ્બર સુધીમાં તમે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં બેલેન્સ કરતા શીખી જશો.

વૃષભ
આર્થિક દૃષ્ટિએ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ તમારા માટે ખૂબ જ લાભદાયક પુરવાર થશે. તમે કારકિર્દીમાં તેનો મહત્તમ લાભ ઊઠાવી શકો છો. જુલાઈમાં બીજા સૂર્યગ્રહણ બાદ તમે સમાજમાં માન-મરતબો વધારવાની દિશામાં કદમ ઊઠાવશો. ડિસેમ્બર સુધીમાં તમે તમારા મનનો અવાજ સાંભળવા સક્ષમ બની જશો. આ વર્ષે વિદેશ યાત્રાનો પણ યોગ ઊભો થઈ શકે છે.

મિથુન
સૂર્ય ગ્રહણ બાદ તમને જીવનમાં એકલતા સાલશે. પણ યાદ રાખો એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખૂલી જ જતો હોય છે. તમે નવા નવા લોકોને મળશો અને તમે પોતાના પગ પર ઉભા રહી શકશો. ડિસેમ્બર સુધીમાં તમે સંબંધોમાં મર્યાદા બાંધતા શીખી જશો. તમારે લાઈફમાં શું જોઈએ છે તે નક્કી કરી લેશો તો તમને ગ્રહો એ દિશામાં આગળ વધવાનો રસ્તો બતાવશે.

કર્ક
તમારે અંગતજનો સાથે સંબંધોમાં જે તણાવ ચાલી રહ્યો છે તેનો અંત વાતચીતથી લાવી શકશો. પહેલા સૂર્યગ્રહણમાં તમારા જીવનમાં ખાસ ફરક નહિ પડે પણ જુલાઈ બાદ તમે થોડા વધુ પ્રવૃત્ત બનશો અને તમારા સપના પૂરા કરવાની દિશામાં આગેકૂચ કરશો. ડિસેમ્બર સુધીમાં તમે નેગેટિવિટીને પાછળ મૂકીને જીવનમાં આગળ વધી શકશો.

સિંહ
તમારે તમારી જાતને વચન આપવું પડશે કે તમે તમારી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આણશો. જુલાઈ મહિના સુધીમાં તમે જોશો કે તમારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ભૂતકાળ ભૂલીને આગળ વધવુ. ડિસેમ્બર સુધીમાં તમે આ વર્ષે જે સિદ્ધિ હાંસલ કરી છે તે માટે તમે સંતોષ અનુભવશો. લોકો શું કહે છે તેની તમારા પર અસર ન પડવા દો.

કન્યા
તમારે જોવાનું છે કે તમારે શું બનવું છે. તમારી સર્જનાત્મકતા તમને લાઈફમાં આગળ લઈ જશે. જુલાઈ સુધીમાં તમને કોઈ રસ્તો ન મળે તો મિત્રો અને પરિવારજનોની મદદ માંગવામાં શરમાવુ નહિ. તમારા સ્વજનો તમને જીવનમાં શું જોઈએ તે સમજવામાં મદદ કરી શકે છે. ડિસેમ્બર સુધીમાં તમને જીવનનો રસ્તો મળી જશે અને તમે એ રસ્તે આગળ પણ વધશો.

તુલા
આ વર્ષે તમને ઘણું બધુ કામ પહોંચશે, આથી શારીરિક-માનસિક રીતે તૈયાર થઈ જાવ. બીજા અને ત્રીજા સૂર્ય ગ્રહણ સુધીમાં તમને કોઈ માર્ગદર્શન કરનારી વ્યક્તિ મળી જશે. તમે આ વર્ષે નવા પડકારોનો સામનો કરશો અને તમને નવા નવા અનુભવો પણ થશે. આથી પડકારોને સ્વીકારી લાઈફમાં આગળ વધવુ.

વૃશ્ચિક
તમે આ વર્ષે સારા આર્થિક નિર્ણયો લઈ શકશો. પ્રોફેશનલ લાઈફમાં સુધારો દેખાશો. જુલાઈ અને ડિસેમ્બર સુધીમાં તમે તમારા પર્સનલ અને પ્રોફેશન લાઈફના ધ્યેય જ બદલી નાંખશો. આ વર્ષે તમારી શું ઈચ્છા છે તે સમજવાની કોશિશ કરવી અને આવેગમાં આવીને કોઈ ઊંધા-ચત્તા નિર્ણયો કરવાથી દૂર રહેવું.

ધન
સૂર્ય ગ્રહણ બાદ તમને તમારામાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું અનુભવાશે. જુલાઈ સુધીમાં તમે તમારી આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવી શકશો. આ વર્ષે તમે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને જીવનમાં આગળ વધવાનું વિચારશો. આ વર્ષે થનારા સૂર્ય ગ્રહણ તમને આર્થિક સ્થિરતા મેળવવામાં અને જૂના દેવામાંથી મુક્ત થવામાં મદદરૂપ બનશે. તમારી જાતને નીચી ન પડવા દેતા. યાદ રાખો તમારી કિંમત ભૌતિક ચીજો કરતા અનેક ગણી વધારે છે.

મકર
ગયા વર્ષે તમને જે અનુભવો થયા છે તેને કારણે તમે નકારાત્મકતાથી ભરાઈ ગયા છો. આ વર્ષે સૂર્ય ગ્રહણ તમને એ જ જણાવવા માંગે છે કે તમારે કશું નથી કરવું તો તમારી જાતને એવુ કરવા ફોર્સ ન કરો. તમારી જે આવડત છે તેના પર ફોકસ કરો, તમારી જાતને નિખારવાની કોશિશ કરો. આ વર્ષે તમારા જીવનનો ધ્યેય તમારી જાતે નક્કી કરો. 

કુંભ
સૂર્ય ગ્રહણની એનર્જી તમે જીવનમાં જે હાંસલ કર્યું છે તેના તરફ નજર કરવા પ્રેરણા આપશે. તમારા જીવનમાં જે અડચણો આવે તેને અવગણી નાંખો. આ વર્ષે જુલાઈ સુધીમાં તમારા વિચારોમાં ખાસ્સુ પરિવર્તન આવશે. તમે આ વર્ષે તમારી આત્માનો અવાજ સાંભળી શકશો અને નવી નવી ચીજો શીખી શકશો.

મીન
તમારા પર સૂર્ય ગ્રહણની ખાસ અસર પડવાની છે. તમે ક્વોન્ટિટી કરતા ગુણવત્તા પર ભાર મૂકતા થશો. તમે મગજના બદલે હૃદયનો અવાજ સાંભળીને નિર્ણય કરશો. જુલાઈ અને ડિસેમ્બર સુધીમાં તમે સામાજિક વર્તુળ વિસ્તારી શકશો અને તમારા અંગતજનો માટે પૂરતો સમય ફાળવી શકશો, તમને તમારા જીવનમાં તેમની કિંમત સમજાશે.