વાહ OMG ! જાણકારી આપ્યા વગર જ લગ્નમાં ગેરહાજર રહેલા મહેમાનો પાસેથી દંપતીએ વસુલ્યો દંડ…વાંચો કેવી રીતે ?

www.mrreporter.in

દેશ- વિદેશ, મી. રિપોર્ટર, ૩૦મી ઓગસ્ટ. 

કોઈના લગ્નમાં જાવ તો મોટાભાગ ના લોકો અચૂક ચાંદલો કરતા હોય છે. ઘણા એવા પણ હોય છે કે કોઈ કારણસર લગ્નમાં ન જઈ શક્યા તો પાછળ થી ચાંદલો મોકલી આપે છે. આ પ્રથા વચ્ચે જો કોઈ દંપતી, જો તમે લગ્નમાં હાજરી ન આપી હોય તેના પેનલ્ટી પેટે ચાંદલો એટલે કે દંડ વસુલે ખરા ? જો તમે પણ ના પાડતા હોવ તો થોભજો કેમકે, આવી એક ઘટના અમેરિકામાં બની છે. જ્યાં લગ્નમાં ન હાજરી આપવા બદલ  ઘણા મહેમાનો ને દંડ ભરવો પડ્યો હોય. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વાત જાણે એમ છે કે , શિકાગોમાં રહેતા એક પરણિત દંપતીએ  તેવા લોકોને બીલ મોકલ્યું છે, જેમણે કોઈપણ જાણકરી આપ્યા વગર જ લગ્નમાં હાજરી આપી નહીં. Doug Simmons અને Dedra McGee એ તેમના મહેમાનોને $240 એટલકે કે ઇન્ડિયન રૂપિયા પ્રમાણે 17,639 રૂપિયા ના બીલ  મોકલ્યા છે.

પરણિત દંપતીએ  જણાવ્યું કે, તેઓ એટલા માટે ચાર્જ લેવા માગે છે કારણ કે તેમણે તેમની પાસેથી ડિનરના પૈસા વસૂલવાનું નક્કી કર્યું છે. Doug Simmons એ બીલની તસવીર ફેસબુક પર શેર કરી અને સાથે લખ્યું કે ‘નારાજ ન થતા, આ બીલમાં કંઈક એવું દેખાવાનું છે જ્યારે હું તેને તમને મેઈલ અથવા પછી સર્ટિફાઈડ મેઈલ પર મોકલીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરણિત દંપતીએ એક નોટ પણ લખી છે ને તેમાં લખ્યું હતું ‘આ બીલ તમને મોકલવામાં આવ્યો છે કારણ કે તમે કન્ફર્મ સીટમાં સામેલ હતા. દરેક સીટનો ખર્ચ હોય છે. આ રકમ તમારા સીટની છે કારણ કે તમે અમને જણાવ્યું નહીં કે તમે સામેલ નથી થઈ રહ્યા. તમે PayPal દ્વારા રૂપિયા મોકલી શકો છો. રકમ ટ્રાન્સફર કરવામાં કોઈ તકલીફ પડે તો અમારો સંપર્ક કરજો’. આટલું જ નહીં મહેમાનોને આ રકમ ભરવા માટે એક મહિના પણ આપવામાં આવ્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply