વાહ…સરસ નિર્ણય : હવે દેશની સંસદની કેન્ટીનમાં હવે ખાવાનું મોંઘું થશે, સબસિડી બંધ કરાઈ

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી – મી.રિપોર્ટ, ૧૯મી જાન્યુઆરી. 

29 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદ સત્ર પૂર્વે જ સાંસદો માટેની સંસદ ભવનમાં ચાલતી કેન્ટીન પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. જેની જાણકારી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સબસિડી બંધ કરવાથી લોકસભા સચિવાલયને વર્ષે અંદાજે 8 કરોડ રૂપિયાની બચત થશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સંસદની કેન્ટીનમાં ખાવા પર સબસિડીને લઈને બે વર્ષ પહેલા પણ વાત ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં બધા પક્ષોના સભ્યોને એકમતે સબસિડી બંધ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. હવે, કેન્ટીનમાં ખાવાનું તેની મૂળ કિંમતે જ મળશે. જાણકારી મુજબ, અત્યાર સુધી સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયામાં તો વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. તો થ્રી કોર્સ લંચની કિંમત 106 રૂપિયા હતી. જ્યારે પ્લેન ઢોંસા માત્ર 12 રૂપિયામાં મળતા હતા. એક આરટીઆઈના જવાબમાં 2017-18માં આ રેટ લિસ્ટ બહાર આવ્યું હતું.

લોકસભા અધ્યક્ષે બજેટ સત્રની તૈયારીઓ વિશે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ઉત્તર રેલવેને બદલે હવે આઈટીડીસી સંસદની કેન્ટીનોનું સંચાલન કરશે. રાજ્યો દ્વારા નિર્ધારિત કરાયેલી વેક્સીનેશન અભિયાન નીતિ સાંસદો પર પણ લાગુ થશે. તેમણે કહ્યું કે, સંસદ પરિસરમાં 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે, સાંસદોના પરિવાર, કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટની પણ વ્યવસ્થા કરાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 29 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદ સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 થી બપોરે 2 કલાક સુધી થશે અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી થશે. તેમણે કહ્યું કે, સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.