૧૪મી માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ ઉજવાશે : દેશની કુલ વસ્તીમાંથી 5% લોકો કિડનીના રોગથી પીડાય છે…વાંચો

Spread the love

હાઈ બીપી અને ડાયબિટિસથી પીડાતા લોકો કિડની ના રોગનો શિકાર બની શકે છે

મેડીકલ-મિ.રિપોર્ટર, ૧૩મી માર્ચ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કીડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. મગ્ર વિશ્વ આવતીકાલે તા.૧૪મી માર્ચના રોજ વિશ્વ કીડની દિવસની ઉજવણી  કરાશે, ત્યારે ભારતમાં કીડનીના વધી રહેલા દર્દનો આંકડો ચિંતાજનક રીતે ઉપર આવી રહ્યો છે. કીડનીના રોગની વાત કરીએ તો પાથરી થી માંડી કીડની ફેલયર સુધીના રોગોનો સમાવેશ થાય છે. કીડની એ વ્યક્તિના શરીરનું મહત્વનું અંગ છે, અને સામાન્ય રીતે દરેક વ્યક્તિને બે કીડની હોય છે. જેને કારણે તે સ્વસ્થ જીવન જીવી સકતો હોય છે. પરંતુ એક કીડની પર પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે, તેવું મેડીકલ સાયન્સ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

હાલ ના સમયમાં ઉચ્ચ રક્તચાપ ( હાઈ બીપી), મધુપ્રમેહ ( ડાયબીટીશ) જેવા રોગોને કારણે કીડનીને ખુબજ ખરાબ અસર પહોચતી હોવાનું વૈજ્ઞાનિક તારણોમાં બહાર આવ્યું છે. ત્યારે આ વિશે વડોદરાના જાણીતી કીડની સ્પેશ્યાલીસ્ટ ડો. કમલેશ પરીખએ જણાવ્યું હતું કે, “હાલ ભારતની કુલ જનસંખ્યા પૈકી ૫% જેટલા લોકો કીડનીને લગતા એક યા બીજા રોગોથી પીડાય રહ્યા છે. જયારે હાલ શહેરી વિસ્તારના ૩૫% લોકો અને ગ્રામ્ય વિસ્તારના ૨૫% જેટલા લોકો બ્લડ પ્રેશર ,ડાયબીટીશ કે પછી બંને રોગોથી પીડાય રહ્યા છે, જેને કારણે આગામી વર્ષોમાં કીડનીના રોગોથી પીડાતા લોકોની સંખ્યામાં ઘણો મોટો વધારો થઇ શકે છે”.

કીડનીના રોગો વિશે સમાજમાં અનેક ગેર માન્યતાઓ છે, કે જેમાં કીડનીનો રોગ થાય એટલે વ્યક્તિ જાણે મૃત્યુની રાહ જોતો હોય તેવી એક ગેર માન્યતા ખુબ મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. પરંતુ આ ખોટી વાત છે, કીડનીના રોગની સારવાર શક્ય છે, અને વ્યક્તિ સારું જીવન જીવી શકે છે. બીજું કે કીડનીના રોગોની સારવાર અત્યંત ખર્ચાળ હોવાની વાત પણ હકીકતથી વિપરીત છે. આજે મેડીકલ સાયન્સ જે રીતે આગળ વધ્યું છે, તે જોતા હવે કીડનીના રોગોની સારવાર સામાન્ય વ્યક્તિને પરવડે તેવી થઇ છે.

કીડનીના રોગીને ડાયાલીસીસ જ કરાવવું પડે તેવી પણ એક ગેર માન્યતા પ્રવર્તે છે, જેના સંદર્ભમાં તબીબો જણાવે છે કે, જયારે દર્દીની કીડની ૧૦% કે તેથી ઓછા પ્રમાણમાં કામ કરે છે કે પછી તેનું ક્રિએતિનિન નું સ્તર ૭ એમજી% થી વધુ આવે ત્યારેજ ડાયલીસીસ કરાવવા ની ફરજ પડે છે. આજે કીડનીના પ્રત્યારપણ પણ શક્ય છે, હા તેના માટે સરકારના અમુક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. બીજું કે સરકાર દ્વારા પ્રત્યારપણ માટે અનુમતિ પણ જરૂરી છે, જેથી કરીને પ્રત્યારપણ એક વેપાર નાં બની જાય.

હાલ ભારતમાં પ્રત્યારપણ અંગે અનેક ગેર માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેને કારણે તેનો આંકડો ખુબજ ઓછો છે. વર્ષ ૨૦૧૮માં સમગ્ર ભારતમાં માત્ર ૫૩૦૦ પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીએ તો વર્ષ ૨૦૦૫ થી વડોદરાની અગ્રણી એવી ભાઈલાલ અમીન હોસ્પિટલને સરકારની મંજુરીથી પ્રત્યાર્પણની પરવાનગી આપવામાં આવી છે. જયારે અત્યારસુધીમાં આ હોસ્પિટલ દ્વારા ૨૫૦થી વધુ સફળ કીડની પ્રત્યાર્પણના ઓપરેશન કરવામાં આવ્યા છે. અહી ખાસ કીડની વિભાગ છે, જેમાં જાણીતા તબીબો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786