મંથન
(હવે થી માત્ર દર મંગળવારે )
લેખિકા : ભૂમિકા પાઠક
આપણા સમાજમાં મોટા ભાગના લોકો નું એવું માનવું છે કે વર્કિંગ વુમન તેમના ઘરની સંભાળ નથી લઇ શકતી અને ખાસ કરી ને બાળકોના ઉછેર પર ધ્યાન નથી કેન્દ્રિત કરી શકતી, ચાલો જાણીયે આ વાત કેટલી સત્ય છે ?
બધી જ માતાઓ તેમના બાળકો માટે ચિંતિત હોય છે, અને એને એ વાતથી કોઈ લેવા દેવા નથી કે તે એક હાઉસ વાઈફ છે કે વર્કિંગ વુમન છે, સૌથી મહત્વની વાત એ છે કે એક સ્ત્રી તરીકે તે કઈ રીતે પોતાની જાતને રજુ કરે છે, તેના જીવન જીવવાનું વલણ કેવું છે,તે કઈ રીતે પરિસ્થિઓ નો સામનો કરે છે અને તેની નીતિ શું છે, આનો અર્થ એ પણ નથી કે એક સ્ત્રી એ હંમેશા પરફેક્ટ જ હોવું જોઈએ, પણ જે પણ છે તેના પર આત્મ વિશ્વાસ હોવો આવશ્યક છે. કારણ કે તે એના બાળકો માટે રોલ મોડેલ હોય છે, અને તેની જીવનશૈલીનો તેના બાળકો પર ખુબ જ મોટો પ્રભાવ પડે છે.
હકીકત માં વર્કિંગ વુમનને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે, પણ તેમ છતાં મોટા ભાગની સ્ત્રીઓ ઘર અને ઑફિસની યોગ્ય રીતે સંતુલન જાળવી રાખે છે.તેઓ તેમના બાળકો પ્રત્યે વધુ જવાબદાર છે અને આ બાબત બાળકોને હકારાત્મક દિશામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, જેમ કે :
- બાળકો તેમની નાની ઉંમરમાં તેમની જવાબદારીઓને સમજી શકે છે અને તેમનું પોતાનું કામ જાતે કરવાનું શીખશે, તેઓ બિન-કાર્યકારી મહિલાઓના બાળકો કરતા વધુ સ્વ-નિર્ભર રહેશે.
- બાળકો પૈસા અને સમયના મૂલ્યને સમજે છે.
- બાળકો સ્ત્રી પરુષ બંનેને સમાન રીતે જોતા શીખે છે, કારણ કે તેઓ તેમના માતા પિતા બંનેને કામ કરતા જુએ છે, આથી જ ઉદાર વિચારસરણીની સાથે સાથે લક્ષ્યાત્મક પણ હોય છે.
- બાળકો નાનપણ થી જ મમ્મીના સંઘર્ષ ને જોઈ તેનો આદર કરે છે.
- મોટાભાગની વર્કિંગ મધર્સ વર્તમાન ટ્રેન્ડથી સજાગ હોય છે અને તેમના વ્યવસાયિક જીવનમાં જુદા જુદા લોકોને મળે છે આથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવામાં વધુ સક્ષમતા ધરાવે છે અને આથી જ બાળકો વર્કિંગ મધર્સ સાથે વધુ ફ્રેન્ડલી હોય છે અને કારણ કે તેઓ સરળતાથી પોતાની વાત રજુ કરી શકે છે.
મારો કહેવાનો અર્થ એ નથી કે હાઉસ વાઈફ હોવું અયોગ્ય છે અને વર્કિંગ વુમન્સ બહેતર છે, બંને વસ્તુઓ તેમની પોતાની રીતે પડકારરૂપ છે. મારી મમ્મી એક હાઉસ વાઈફ છે, તે શ્રેષ્ઠ છે અને તે મારા જીવનની શ્રેષ્ઠ મહિલા છે.
ફક્ત એટલુંજ કહીશ કે દરેકની પસંદગીઓનો આદર કરવો જોઈએ અને બધી જ મધર્સની મહેનતની કદર કરવી જોઈએ.
વર્કિંગ મધર્સના સંઘર્ષનું મૂલ્ય ક્યારેય આંકી શકાય એમ નથી.
( વાંચકો આપને આ ન્યુઝ કેવા લાગ્યા તથા સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats app no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો )