સેક્સનો આનંદ માણવા મહિલા ઓ કરાવી રહી છે વજાઇનલ સર્જરી : વડોદરા માં દર વર્ષે ૧૦૦ ઓપરેશન થાય છે

Spread the love

મી.રિપોર્ટર, ૧૪મી ડીસેમ્બર. 

ભારતમાં મહિલા એક શબ્દ બોલતા ખચકાટ અનુભવતી હતી. એમાય જો બોલવાનું થાય તો માત્ર ગાયનેકોલોજિસ્ટ સાથે મહિલાઓ વાત કરતી હતી. જોકે આધુનિક યુગમાં મહિલાઓ બોલ્ડ બની છે. હવે તે પોતાના આરોગ્ય કે અંગ અંગે બોલતા ખચકાટ અનુભવતી નથી. આજે તો ઘણી મીડલ એજ મહિલાઓ વજાઇનોપ્લાસ્ટી કે જેને ઘણીવાર વજાઇનલ રીજુવેનેશન કહેવાય છે તે કરાવે છે. કોઈપણ જાતના છોછ વગર મહિલાઓ બાળકના જન્મ પછી પોતાના આ અંગને પહેલા જેવું જ કરવા માટે આ પ્રકારના ઓપરેશન કરાવી રહી છે.

જોકે મોટાભાગે આવા ઓપરેશન મહિલાઓ પોતાના શોખ કરતા પોતાના પુરુષ સાથીને ખુશ કરવા માટે વધુ કરાવે છે. મહિલાઓ આ શોખ અંગે એક ગાયનેકોલોજિસ્ટ તબીબે જણાવ્યું હતું કે, બાળકના જન્મબાદ વજાઇનલ સ્કાર વગેરેના કારણે સેક્સ લાઇફ અફેક્ટ થતી હોવાથી ઘણી મહિલાઓ માટે નોન ઇનવેસિવ પ્રોસીજર એક જરુરિયાત બની ગઈ છે. પહેલા બાળકના જન્મ પછી આ તો થાય જ એમ કહીને સ્વીકારી લેતી હતી. પરંતુ હવે તેમને ખબર છે કે પોતાના આનંદ અને સેક્સ લાઇફ માટે નાનકડી પ્રોસીજર તેમને ઘણી મદદરુપ થઈ શકે છે.’ વડોદરામાં જ દર વર્ષે લગભગ ૧૦૦થી વધુ મહિલા ઓપરેશન કરાવે છે અને પોતાની સેક્સ લાઇફને વધુ મજબુત બનાવે છે. 

મહિલાઓના કરન્ટ ટ્રેન્ડ એક સેકસોલોજિસ્ટે જણાવ્યું હતું કે, લિબિયાપ્લાસ્ટી અને હાયમનોપ્લાસ્ટીની પ્રોસીજર ખૂબ જ પોપ્યુલર છે. સામાન્ય રીતે 30-60 વય મર્યાદાની મહિલાઓ આ પ્રોસિજર વધુ કરાવી રહી છે. આના માટે હવે  હોસ્પિટલાઇઝ થવાની પણ જરુર નથી પડતી. કેમ કે મોટાભાગની પ્રક્રિયા લેસર અને રેડિયો ફ્રીક્વન્સી આધારીત હોય છે. આ પ્રકારની સર્જરી ફક્ત સુંદર કે યુવાન દેખાવા માટે જ નહીં પણ આવી સર્જરીથી મહિલા પોતાને પણ આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવે છે. વળી તે ઇન્ટિમસીને ફીલ કરી શકે છે.’