પત્ની ને અનૈતિક સંબંધો ની જાણી કરી દીધાની શંકાએ યુવકે મહિલાને છરીના ઘા ઝીંક્યા, મહિલાનું મોત : પુત્રી હોસ્પિટલ દાખલ..

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧લી જુલાઈ. 

અમદાવાદના મેમ્કો-નરોડા રોડ પર આવેલા ઔડાનાં મકાનમાં રવિવારે મોડી રાત્રે યુવકે પોતાના અનૈતિક સંબંધોની જાણ પત્નીને સાળીની સામે રહેતી મહિલાએ કરી હોવાની શંકા રાખીને છરી વડે મહિલા અને તેની પુત્રી પર કર્યો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.  જયારે પુત્રીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપી ભૂપતને પકડવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મેમ્કો વિજય મિલની પાછળ આવેલા ઔડાના મકાનમાં રહેતા દીપકભાઇ મનુભાઇ સોલંકીની સામેના મકાનમાં નીતુ દાંતણીયા તેના પતિ ભરતભાઈ સાથે રહે છે. વેજલપુર વિસ્તારમાં રહેતો ભૂપત દંતાણી પોતાની સાળી નીતુ ને ત્યાં અવારનવાર મોડી રાત્રે નીતુના પતિની ગેરહાજરીમાં આવતો હતો. ગઈકાલે રાતે ભૂપત અન્ય એક શખ્સ સાથે નીતુના ઘરે આવ્યો હતો.

જ્યાં થોડી વાર બાદ ઘરની બહાર બુમાબુમ થતા દીપકભાઈ, પત્ની જ્યોત્સના અને પુત્રી રોશની બહાર આવ્યા હતા. બહાર જોતા ભૂપતની પત્ની આવીને તેની સાથે બોલાચાલી કરતી હતી. ભૂપતે જ્યોત્સનાબેનને કહ્યું હતું કે તમે જ ભરતભાઈને ચઢાવો છો અને મારી પત્નીને બોલાવી છે. ઉગ્ર બોલાચાલી કરી જ્યોત્સનાબેન પર આડેધડ છરી મારી હતી. માતાને બચાવવા માટે વચ્ચે પડેલી રોશનીને પણ તે છરી મારીને નાસી ગયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યોત્સનાબેનને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply