સયાજીગંજ વિસ્તારની ગાયત્રી ભવનની ઘટના : Zamato ના રીપ્લાયમાં કસ્ટમરને ગાળો આપતાં વિવાદ
હેલ્થ- મિ.રિપોર્ટર, વડોદરા.
દેશમાં ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદ કરે અને તે અંગે તેનો અભિપ્રાય આપી શકે છે. આ તેનો મૂળભૂત હક્ક છે. એટલે જે કસ્ટમર ને રાજા તરીકે મોટી મોટી કંપનીઓ પૂજે છે. એટલુજ નહિ પણ કંપનીઓ તેમના મંતવ્યો, સુઝાવો અને ફરિયાદોને પણ ગંભીરતાથી લે છે. પોતાની પ્રોડક્ટમાં ગ્રાહકોના રીવ્યુને આધારે બદલાવ પણ કરે છે. જોકે ઘણા લોકો ગ્રાહકને રાજા તો ગણતા જ નથી, પણ જો કોઈ ગ્રાહક તેમની વસ્તુ કે ફૂડ અંગે રીવ્યુ આપે તો કંપની- હોટલ મેનેજમેન્ટ તરફથી ગ્રાહક ને કોમેન્ટ બદલ ગંદી ગાળો ભાંડવામાં આવે છે. આવો જ એક વર્તાવ વડોદરાની સયાજીગંજ વિસ્તારમાં આવેલી ગાયત્રી ભવન રેસ્ટોરન્ટ ના સત્તાધીશો ના નામે કરવામાં આવ્યો છે. આ કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટ મુજબ, શહેરની યુવતી મલક પંડ્યાએ સયાજીગંજની ગાયત્રી ભવનમાંથી બે ગુજરાતી થાળીનો ગઈકાલે Zamato પરથી ઓર્ડર કર્યો હતો. ફૂડ ખાધા બાદ મલક પંડ્યાએ ફૂડ અંગે પોતાનો રીવ્યુ આપતાં લખ્યું હતું કે, ફૂડ ઘણું જ ઓઈલી હતું અને શાક કેવી રીતે બનાવ્યું હતું કે, તે ખાધા બાદ પેટ ખરાબ થઇ ગયું. મારું સજેશન છે હોટલના માલિક ને ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફૂડની ક્વોલીટી સાથે કોઈ બાંધછોડ ન કરવામાં આવે.
આવી જ એક કોમેન્ટ અન્ય એક ગ્રાહકે કરી હતી કે, તેમણે લખ્યું હતું કે, મારી લાઈફનું અત્યાર સુધીનું સૌથી ખરાબ ફૂડ હતું. ફૂડ એટલું બધું તીખું હતું કે કોઈ ખાઈ જ ન શકે.
ઉપરોક્ત બંને કોમેન્ટ Zamato ના રીવ્યુમાં ગ્રાહકોએ લખી હતી. જોકે આ કોમેન્ટ સામે સયાજીગંજની ગાયત્રી ભવન રેસ્ટોરન્ટ ના મેનેજમેન્ટ ના નામે Zamato ના ગ્રાહકના રીવ્યુ બાદ કોમેન્ટ બોક્ષમાં ગંદી ગાળો ભાંડવામાં આવી છે. આ ગંદી ગાળો બાદ બંને ગ્રાહકો દ્વારા આ કોમેન્ટ ને સોશિયલ મીડિયા પર શહેર કરવામાં આવતા અન્ય ગ્રાહકોએ હોટલ સામે કોમેન્ટ શરુ કરતા પોસ્ટ વાઈરલ થઇ છે. ભારે વિવાદ બાદ Zamato એ ગાયત્રી ભવન ના પેજ પર થી કોમેન્ટ ને ડીલીટ કરી ને સમગ્ર વિવાદ ને ટાળવાની કોશિશ કરી હતી. આ બધા વિવાદમાં એક ગ્રાહકે જો પુનઃ ગાળો ભાંડવામાં આવશે તો સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અમે કોઈ રીવ્યુ નો જવાબ જ આપતાં નથી, કોઈએ જાણી જોઇને ગંદી કોમેન્ટ કરી છે : ગાયત્રી ભવનના માલિક
ગાયત્રી ભવન, સયાજીગંજ ના નામે કસ્ટમર ને ગાળો ભાંડવાના વિવાદ અંગે મિ.રિપોર્ટર ઓનલાઈન પોર્ટલે માલિક વિરભદ્રસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું કે કોઈ કસ્ટમર ના રીવ્યુ નો કોઈ જ પ્રતિભાવ આપતાં નથી. વળી મને અંગ્રેજી આવડતું નથી. સમગ્ર ઘટના અંગે મિત્રો અને પરિચિતોના ફોન આવ્યા અને કોમેન્ટ સહીત ના ચેટ ના સ્ક્રિન શોટ જોયા બાદ તુરંત જ મે Zamato માં ફોન કરી ને ફરિયાદ કરી હતી. મારી ફરિયાદ ની હાલમાં Zamato તપાસ કરી રહી છે.