હનીટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપી મહિલા PI એ સેનિટાઈઝર પી લેતા, હોસ્પિટલ ખસેડાયા

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૧૪મી મે. 

હનીટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપી બનેલા તત્કાલિન પૂર્વ મહિલા પીઆઇ ગીતા પઠાણે  ગત મોડી રાત્રે સેનિટાઇઝર પી લેતા, વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચે કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોની પુછપરછમાં ગીતા પઠાણનું નામ ખુલ્યું હતું. જેઓ મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા અને ત્યાર બાદ તેની પાસેથી તોડ કરતા હતા.

આ ગેંગનો માસ્ટરમાઇન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી  છે. તેની સાથે અન્ય આરોપીઓમાં  બિપિન પરમાર કે જે વકીલ છે અને ઉન્નતી રાજપુત છે. આ તમામ લોકો ટોળકી બનાવીને 50 થી 60 વર્ષનાં વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા. તેઓને સમાધાનનાં બહાને બોલાવીને  મોટો તોડ કરવામાં આવતો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.