માતાની ચઢામણીથી યુવતીએ છૂટાછેડા લીધા ને ચાર જ દિવસમાં ફરી પ્રેમી સાથે ‘લવ મેરેજ’ કરી લીધા…વાંચો ઘટના શું છે ?

યુવતીએ છૂટાછેડા બાદ ચાર જ દિવસમાં ફરી પ્રેમી સાથે ‘લવ મેરેજ’ કરી લીધા.
Spread the love

અમદાવાદ- મી.રીપોર્ટર, ૧૮મી નવેમ્બર

પરપ્રાંતીય યુવક સાથે ભાગી ને લવ મેરેજ કરનારી એક યુવતીએ પિયરિયાની ચઢામણીથી ડિવોર્સ લીધાના ચાર જ દિવસમાં ફરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધાની ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. 

પાટનગર ગાંધીનગરની રહેતી પ્રતિક્ષા (નામ બદલ્યું છે ) યુવતી  નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પ્રતિક્ષાની જ કોલેજમાં અમદાવાદનો માઈકલ (નામ બદલ્યું છે ) નામનો યુવક પણ ભણતો હતો. પ્રતિક્ષા અને માઈકલ એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં, અને તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે, પ્રતિક્ષાના પરિવારજનો તેના  માઈકલ સાથે લગ્ન માટે તૈયાર નહોતા.

પરિવારજનોની ચોખ્ખી ના છતાં પણ પ્રતિક્ષા માઈકલ સાથે થોડા મહિના પહેલા ભાગી ગઈ હતી, અને બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પ્રતિક્ષા ના પરિવારજનોએ તેની સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હતા. જોકે, થોડા સમય બાદ તેની માતાએ ફોન પર તેની સાથે વાતો કરવાનું શરુ કર્યું હતું. પરિવાર સાથે  મનમેળ થઈ જતાં પ્રતિક્ષા પ્રસંગોપાત પોતાના પિયર પણ આવવા-જવા લાગી હતી.

જોકે, થોડા જ સમયમાં પ્રતિક્ષા  જયારે જયારે પણ પિયર આવતી ત્યારે લવમેરેજથી નારાજ તેની માતા પ્રતિક્ષા ની ચઢામણી કરીને માઈકલ ને છૂટાછેડા આપી એવા માટે ઈમોશનલ બ્લેકમેલ કરતી હતી. પણ પ્રતિક્ષા તેના માટે તૈયાર નહોતી. પ્રતિક્ષા ના છૂટાછેડા કરાવવાની પોતાની ઈચ્છા પૂરી ન થતાં આખરે તેની માતાએ પ્રતિક્ષા ને ઘરે બોલાવી ધમકી આપી હતી કે,  પ્રતિક્ષા, તારા લીધે સમાજમાં અમારી આબરું ગઈ છે. જો તું માઈકલ ને છોડી અમારી સાથે નહીં આવે તો અમે માઈકલ ને મરાવી દઈશું, અને તારી સાસુનું જીવવાનું પણ હરામ કરી દઈશું.

માતાની ધમકીથી ડરી ગયેલી પ્રતિક્ષાએ માઈકલ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. પણ છૂટાછેડાનો કરાર થયાના ચાર જ દિવસમાં તેનું મન બદલાઈ જતાં તે ફરી માઈકલ પાસે પહોંચી ગઈ હતી ને છૂટાછેડાનો કરાર રદ્દ કરાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. પિયરિયાઓએ છૂટાછેડા માટે દબાણ કરી ધમકીઓ આપી હોવાથી પ્રતિક્ષાએ તેમની વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ધમકી તેમજ મારામારીના આક્ષેપ મૂકી અરજી કરી છે જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.