વડોદરા-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૩મી મે
વડોદરાની લોકસભાની બેઠક માટે પડેલા મતોની આજે પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની જીત નિશ્ચિત બનતા મત ગણતરી કેન્દ્રની બહાર ભાજપાના સમર્થકો દ્વારા ભારે આતશબાજી કરીને ફિર એક બાર મોદી સરકારના નારા, ઢોલ-નગારા સાથે નાચ-ગાનમાં ભાજપા સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વડોદરા ભાજપા સમર્થકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
એમાય ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની જીત નિશ્ચિત બનતા વડોદરામાં નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને બાળકોની ફોજ નીકળી હતી. જેને ભાજપા સમર્થકો ખુશીથી વધાવી લીધી હતી. જુઓ…તસ્વીર…