કોરોના વધુ 42 પોઝિટિવ સાથે કુલ સંખ્યા 1953 ઉપર પહોંચી, 4 દર્દીના મોત, 48 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1303 દર્દી રિકવર થયા

www.mrreporter.in

વડોદરા-મી.રિપોર્ટર, ૨૩મી જૂન. 

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1953 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 48 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1303 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 600 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 142 દર્દી ઓક્સિજન ઉપર અને 32 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

વડોદરામાં કોરોનાથી આજે દર્દીના મોત 

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે 4 દર્દીના મોત થયા છે. તમામની કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ ખાસવાડી સ્મશાનમાં  અંતિમ વિધી કરવામાં આવી હતી.

વડોદરાના આ વિસ્તારોમાં આજે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં આજે વારસીયા, બરાનપુરા, વાઘોડિયા રોડ, ફતેપુરા, યાકુતપુરા, નવાપુરા, હાથીખાના, વાડી, પથ્થરગેટ, સમા, હરણી રોડ, દંતેશ્વર અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, ડેસર અને સોખડામાં કોરોનાના કેસો નોંધાયા છે.

વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવને ક્વોરન્ટીન કરાયા

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે તેઓના સંપર્કમાં આવેલા અનેક નેતા અને કાર્યકરોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply