તમને 100 યુનિટ સુધીનું વીજ બિલ માફી નો લાભ મળશે કે નહીં ? જાણો..

www.mrreporter.in
Spread the love

અમદાવાદમી.રિપોર્ટર,૨૩મી જૂન. 

 સમગ્ર રાજ્યમાં covid19 ની મહામારીના પગલે ગુજરાત સરકારે 14 હજાર કરોડનું પેકેજ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજ બિલ એક વખત માટે માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 600 કરોડના વીજ બિલ માફીનો લાભ રાજ્યના અંદાજે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

www.mrreporter.in

યુનિટ ની ગણતરી કેવી રીતે થશે ?

રાજ્ય સરકારના આ ઠરાવ મુજબ રહેણાક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડિંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડિંગના તફાવતનો પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને 30 દિવસ સાથે ગુણીને જો વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે પાત્રતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ તથા એક માસનો ફિક્સ્ડ ચાર્જ માફ કરવામાં આવશે.

વીજ કંપનીઓએ માફ કરવામાં આવેલી રકમનો વીજ બિલમાં ઉલ્લેખ કરવો પડશે

આ રાહતનો લાભ રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓના પાત્રતા ધરાવતા નાના અને મધ્યમ વર્ગના રહેણાંકના વીજ ગ્રાહકોને હવે પછીના બિલમાં આપવામાં આવશે. આ રાહત માટે થનારું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓને ચૂકવવામાં આવશે. તેમજ સરકાર દ્વારા માફ કરવામાં  આવેલી રકમનો વીજ બિલમાં ઉલ્લેખ કરવો પડશે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.