દિવાળી બાદ શાળાઓ ખુલશે ? ધોરણ 9 થી 12ની સ્કૂલો શરૂ કરવાની ચર્ચા, ઓડ-ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવશે ?

www.mrreporter.in
Spread the love
 

રાજ્યમાં ધોરણ 1થી 8 ની સ્કૂલો શરૂ કરવાની કોઈ ઉતાવળ ન હોવાનો શિક્ષણ વિભાગ અને શાળા- સંચાલકોનો સ્પષ્ટ અભિપ્રાય 

એજ્યુકેશન- મી.રિપોર્ટર, 20મી  ઓક્ટોબર.

રાજયમાં કોરોના નો કહેર જારી છે.  જોકે કોરોના ના કેસ ઓછા નોંધાઈ રહ્યાં છે, આ બાબત ને જોતા જ રાજયમાં કોરોનાને કારણે બંધ થઇ ગયેલી શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ શરૂ  થઇ છે. શાળાઓ શરૂ કરીને દિવાળી બાદ ધોરણ 9 થી 12 ના વર્ગો  ઓડ-ઇવેન જેવી પદ્ધતિ સાથે શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરુ કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા  ગુજરાત સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. આમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં એવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના સંકેતો આપ્યા છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી પણ સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ તેવો પણ એક અભિપ્રાય છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.