શું ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ ખુલશે ? શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-ગાંધીનગર, મી.રિપોર્ટર, ૩જી ઓગસ્ટ. 

દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને  ચર્ચાઓ શરુ થઇ છે. IIT ના  એન્જીનીયર્સ દ્વારા દેશમાં  કોરોના ની ત્રીજી લહેર ટૂંક સમયમાં જ આવશે તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.  જોકે રાજ્ય સરકાર સમક્ષ શાળા સંચાલક મંડળે ધો.૬ થી ૮ શરુ કરવાની માંગ કરી હતી.

શાળા સંચાલક મંડળની આ માંગ સામે રાજ્ય સરકાર પણ વહેલી તકે શાળા શરુ કરવા અંગે નિર્ણય કરશે તેવી ચર્ચાઓ શિક્ષણ જગતમાં ઉઠવા પામી છે, ત્યારે પ્રાથમિક શાળાઓ રાજ્યમાં ફરી ધબકતી થવાને લઈને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવાશે. તો આ સાથે જ એવું પણ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.