વડોદરાના માણેજામાં કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ સાતમાં માળેથી કૂદકો માર્યો, મૃત્યુ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ -વડોદરા, મી.રિપોર્ટર, 11મી માર્ચ . 

છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં  આપઘાતના કેસો  સતત વધી રહ્યા છે.  લોકો આર્થિક અને સામાજિક સમસ્યાને લીધે પોતાનો અને પરિવારનો જીવ લઇ રહ્યાં છે,  ત્યારે વડોદરાના વડોદરાના માણેજા વિસ્તારમાં વધુ એક ઘટના બની છે. પરિણીતાએ કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે થયેલા ઝઘડામાં સાતમાં માળેથી પડતું મૂકી મોતને વ્હાલુ કરી લીધું  હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટમાં ત્રણ વર્ષ પહેલા સૌરભ દેશમુખ અને તેમના પત્ની વૈશાલીબેન રહેવા માટે આવ્યા હતા. સૌરભ શહેર નજીકની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. સૌરભ અને વૈશાલીના સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી વડોદરા સ્થિત માણેજા ખાતેના બાકેરી ફ્લેટમાં રહેતુ હતુ. બુધવારે મોડી રાત્રે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

રાત્રિના લગભગ અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલી’ના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહ્યું છે. તેવામાં ફ્લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું વૈશાલીને લાગી આવતા તેણીએ સાતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યું છે.

તો બીજીબાજુ  સામાન્ય રીતે આપઘાત જેવા કિસ્સાઓની તપાસ પી.આઇ અથવા તો પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ, આ બનાવની તપાસ ખુદ ડીસીપી ડો. કરણરાજ વાઘેલા કરી રહ્યા છે, ત્યારે આ બનાવમાં પરિણીતાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું તેનુ ચોંકવનારૂ કારણ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં એમ સૂત્રો જણાવી રહ્યા છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.