મિ.રિપોર્ટર, ૪થી જાન્યુઆરી. 

લો..બોલો…ફેશન કરવા બદલ કોઈ હોસ્પિટલ પહોંચી જાય ખરા ? આ પ્રશ્ન સામે કોઈ પણ તરત જ ના પડે. તમે પણ ના પડાતા હોવ તો થોભો કેમકે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં એવી ઘટના બની છે. જ્યાં  એક પત્નીએ સમજ્યા વગર એવી ફેશન કરી કે તેને હોસ્પિટલ જવું પડ્યું. આ મહિલાએ પતિને રિઝવવા માટે એક અલગ ડિઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો. પતિ જેવો ઘરમાં આવ્યો કે પત્નીનો પગ તોડી નાંખ્યો હતો. 

ઓસ્ટ્રેલિયન અખબારો મુજબ, એક પત્નીએ તેના પતિને આકર્ષવા માટે સાપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (મોજા) પહેર્યા હતા. બેડ પર સૂતી હતી.આ દરમિયાન તેનો પતિ બહારથી આવ્યો અને તેની નજર બેડ પર પડી. તો બેડ પર સાપ સમજીને તેણે નજીકમાં પહેલો બેઝબોલનું બેટ લઈ સાપને મારવાનું શરૂ કર્યું. જોકે હકીકતમાં તે સાપ નહીં પરંતુ તેની પત્નીના પગ હતા. જ્યારે તેની પત્નીએ બૂમો પાડી ત્યારે તેને ખબર પડી કે આ તો તેની પત્નીના પગ છે. ત્યાર બાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: