મહિલાઓ સોશિયલ મીડિયા પર કેમ અંડર ગારમેન્ટની તસવીરો શેર કરી રહી છે ?

મિ.રિપોર્ટર, ૨૦મી નવેમ્બર. 

સોશિયલ મીડિયા પર પોતાના અંડરવિયરની તસવીરો પોસ્ટ કરીને અનોખી રીતે  આયર્લેન્ડની મહિલાઓ દ્વારા વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે. તમને આશ્ચર્ય થશે કે, આવો વિરોધ કેમ થઈ રહ્યો છે? આ પ્રકારનો વિરોધ કરવા પાછળનું કારણ શું છે ? તો વાત એમ છે કે, દક્ષિણ-પશ્ચિમ આયરલેન્ડના કોર્ક શહેરમાં બળાત્કારના મામલા સંબંધિત કેસમાં અભિયુક્તના વકીલે જ્યૂરીને કહ્યું હતું કે, 17 વર્ષની ફરિયાદકર્તા છોકરીએ એક પેંટી જ પહેરી હતી.

વકીલે પોતાના અસીલનો બચાવ કરતા જ્યૂરીને કહ્યું કે, રેપની આ ઘટના પાછળ મહિલાનો અંડરવિયર જવાબદાર છે. વકીલે કહ્યું હતું કે, અંડરવિયરને જોયા બાદ આરોપી ઉત્તેજીત થઈ ગયો, અને રેપની ઘટનાને અંજામ આપ્યો.

આ વાતને લઈ પૂરા દેશની મહિલાઓ નારાજ થઈ છે, અહીંની મહિલા રાજનેતા પણ આ ઘટનાનો વિરોધ કરવા માટે સંસદથી લઈ રસ્તા પર ઉતરી ગઈ છે. મહિલાઓનું કહેવું છે કે, શું કોઈ મહિલા પોતાનો મનપસંદ અંડરવિયર પણ ન પહેરી શકે?

આ ઘટના બાદ આયરલેન્ડની મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે અંડરવિયરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા લાગી. કાર્યકર્તા ન્યાયિક પ્રણાલીના એ સભ્યોને પણ બહાર કરવાની માંગ કરી રહ્યા છે જે કોર્ટમાં પીડિતોને દોષી ગણાવે છે.

This slideshow requires JavaScript.