એમ.એસ.યુનિવર્સિટીની 11 ફેકલ્ટીમાં કેમ ઓફલાઈન ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ?

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન- મિ.રિપોર્ટર, ૧૫મી જુલાઈ. 

ગુજરાતમાં કોરોનાની બીજી લ્હેરનો કહેર ઘટતા અને પરિસ્થિતિ થોડી થાળે પડતા જ રાજ્યના શિક્ષણ વિભાગે  ધોરણ 12 અને કોલેજો-યુનિવર્સીટીમાં એફ લાઈન વર્ગો શરૂ મંજુરી આપવામાં આવી છે. જોકે વડોદરાની  એમ.એસ.યુનિવર્સિટી એવી છે કે જ્યાં 11 ફેકલ્ટીમાં વાલીના સંમતિપત્ર  ન મળવા અને વિદ્યાર્થીઓના વેક્સીન સર્ટીફીકેટ મળ્યા ન હોઈ ત્યાં વિદ્યાર્થીઓને ઓફ લાઈન શિક્ષણ ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે  ધોરણ 12 અને કોલેજોના એફલાઈન વર્ગો શરૂ કરવાની મંજુરી આપી છે. સાથે સાથે  શૈક્ષણિક સંસ્થાઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તેવો કડક  આદેશ આપ્યો હતો. ખાસ કરીને ઓફ લાઈન શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું  પાલન કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે  શૈક્ષણિક સંસ્થાઓને પ્રાર્થના અને ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ મુકીને માત્ર 50% વિદ્યાર્થીઓની ક્ષમતામાં જ શિક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. 

આદેશ વચ્ચે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં પણ ઓફ લાઈન શિક્ષણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને કોર્મસ, આર્ટસ, સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં વાલીઓના સંમતિપત્ર  મેળવવાની પ્રક્રિયા શરૂ છે, ઉપરાંત વિદ્યાર્થીએ વેક્સિન લીધી છે, તો તેનું સર્ટિફિકેટ  પણ રજુ કરવાનું રહેશે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ વેક્સીન લીધી નથી, જેના પગલે તેઓ સર્ટીફીકેટ રજુ કરી શક્યા નથી.  ધીમે ધીમે વિદ્યાર્થીઓ વેક્સીન લઈને પોતાના સર્ટીફીકેટ અને વાલીઓના સંમતીપત્ર રજુ કરી રહ્યા છે. પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની વેક્સીન બાકી હોઈ 11 જેટલી ફેકલ્ટીમાં ઓન લાઈન જ શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. 

તો બીજીબાજુ  યુનિવર્સિટીમાં હોમ સાયન્સ, એજ્યુકેશન સાયકોલોજી અને  પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટીમાં  વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

 સમગ્ર મામલે એમ.એસ. યુનિવર્સિટીના PRO નકુલેશ ત્રિવેદીએ  જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ 14 જુનથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓના વાલીઓના સંમતિપત્ર મેળવવું જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીના સંમતિપત્ર મળ્યા નથી. હાલ વિદ્યાર્થીઓના વાલીના સંમતિપત્ર ઈમેઈલ (Email) દ્વારા મંગાવવામાં આવ્યા છે. જ્યાં સંમતિપત્ર  નથી આવ્યા ત્યાં હાલમાં ઓફ લાઈન ના બદલે ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.