મિ.રિપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.
આપણે ઘણીવાર યુવાનોને એવું કહેતા કે સાંભળ્યા હશે કે પછી વાંચ્યું હશે કે ફર્સ્ટ ડેટ પર સેક્સ કરવું યોગ્ય નથી, કારણ કે આમ કરીને તમે સીરિયસ રિલેશનશિપ ડેવલપ કરવાનો ચાન્સ ગુમાવી દો છો. પણ હાલમાં થયેલા રિસર્ચમાં એક ચોકાવનારો ખુલાશો થયો છે. જો નવા રીસર્ચની વાત કરીએ તો તેમાં સંશોધકોના મતે, ફર્સ્ટ ડેટ પર કે પછી શરુઆતના સ્ટેજમાં જ સામેવાળી વ્યક્તિ સાથે ઈન્ટિમેટ થઈ જાવ તો ફ્યુચર પાર્ટનરને શોધવાનો અને એક નવા સંબંધની શરુઆત કરવામાં મદદ મળી શકે છે.
પાર્ટનર તરફ આકર્ષણ થવું અને સેક્સની ઈચ્છા એટલે કે સેક્સ્યુઅલ ડિઝાયર પણ મહત્વનો રોલ ભજવે છે. સાથે જ સેક્સની ઈચ્છાઓ બે લોકો વચ્ચે અટેચમેન્ટને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. આ પરિણામ ઈઝરાઈલ બેઝ્ડ ઈન્ટરડિસ્પિ્લનરી સેન્ટર (IDC) હર્જ્લિયા તથા યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર્સ ડેવલપમેન્ટ ઓફ ક્લિનિકલ એન્ડ સોશિયલ સાયન્સ ઈન સાઈકોલોજી સ્થિત મનોવૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.
મનોવૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જોયું કે, જ્યારે સ્ત્રી કે પુરુષોને સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે તે પાર્ટનર સાથે ઈમોશનલ લેવલ પર કનેક્ટ થવાની વધુ કોશિશ કરે છે. તેમના માટે સેક્સથી સ્ત્રી અને પુરુષમાં ઈમોશનલ કનેક્શન વિકસે છે. રીસર્ચ માટે સ્ત્રી અને પુરુષો માટે અલગ-અલગ ગ્રુપ્સમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં એક બીજા પ્રત્યે તેમના વ્યવહારની તપાસ કરવામાં આવી જે પછી વૈજ્ઞાનિકોએ જોયું કે સેક્સની ઈચ્છા બે લોકો વચ્ચે ઈમોશનલ બોન્ડિંગને પણ વિકસિત કરવાનું કામ કરે છે. પાર્ટનર તરફ આકર્ષણ થવું અને સેક્સની ઈચ્છા એટલે કે સેક્સ્યુઅલ ડિઝાયર પણ મહત્વનો રોલ ભજવે છે. સેક્સની ઈચ્છાઓ બે લોકો વચ્ચે અટેચમેન્ટને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.
સંશોધકોએ એ પણ જોયું કે એ લોકોનો સર્વાઈકલ ચાન્સ વધી જાય છે જેમના માતા-પિતા વચ્ચે બોન્ડિંગ સારું હોય છે. આ પહેલા થયેલા ઘણા રિસર્ચમાં એ વાત પણ સામે આવી ચૂકી છે કે, કોઈ વ્યક્તિ રોમેન્ટિક લવનો અનુભવ કરે છે અથવા તો સેક્સ્યુઅલ ડિઝાયર ને આ બન્ને પરિસ્થિતિમાં બ્રેનના એકમાત્ર સ્થાન પર એક્ટિવ થાય છે. હવે નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ફર્સ્ટ ડેટ પર કે પછી શરુઆતના સ્ટેજમાં જ સામેવાળી વ્યક્તિ સાથે ઈન્ટિમેટ થઈ જાવ તો ફ્યુચર પાર્ટનરને શોધવાનો અને એક નવા સંબંધની શરુઆત કરવામાં મદદ મળી શકે છે.