VMC ની ઝુંટવી લીધેલી ઓકટ્રોયની આવક પેટે થતી કુલ ગ્રાન્ટ રૂપિયા ૧૪,૨૪૫.૫૯ કરોડ સરકાર કેમ આપતી નથી ?

Spread the love

વડોદરા, મી.રીપોર્ટર, ૨૦મી ફેબ્રુઆરી. 

વડોદરા મહાનગરપાલિકા ના સન ૨૦૨૦૨૧ ના બજેટ માં વડોદરા શહેર ની મુખ્ય આવક ગણાતી ઓકટ્રોય ગ્રાન્ટ  જેમાં રાજ્ય સરકારે ૧૮.૬૪% મુજબ થતી વૃદ્ધિ ની રકમ ચુકવવાની બાંયધરી આપી હતી. છતાં આજદિન સુધી લેવાની નીકળતી ઓકટ્રોયની આવક પેટે થતી કુલ ગ્રાન્ટ રૂપિયા ૧૪,૨૪૫.૫૯ કરોડ કેમ આપતી નથી ? એવા વેધક પ્રશ્નો વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવી ને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. 

વડોદરા મહાનગરપાલિકા ના સન ૨૦૨૦૨૧ ના બજેટ માં વડોદરા શહેર ની મુખ્ય આવક ગણાતી ઓકટ્રોય ગ્રાન્ટ કે જેને દર વર્ષે વધતા દરે રાજ્ય ની સરકાર આપવાની બાહેધરી આપેલ હતી તે મેળવવાની કાર્યવાહી અંગે ખુલાસો કેમ નહિ….? તેમ પ્રશ્ન ઉઠાવતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા એડવોકેટ શૈલેષ અમીનએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય આવક વડોદરા શહેર માં આવતા માલસામાન ઉપર વિવિધ દરે વસુલતી ઓકટ્રોય ની હતી. સન ૨૦૦૭ માં રાજ્ય સરકારે જે વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય આવક ઓકટ્રોય હતી તેને નાબુદ કરી અને તે ઓકટ્રોય ની વસુલાત જે તે સમયે ગુજરાત સરકાર ના વેલ્યુ એડેડ ટેક્ષ (VET) કે જે સેલ્સ ટેક્ષ વિભાગ માં થી પરિવર્તિત થયેલ હતું તેમાં નવો સેસ વસુલી ને રાજ્ય સરકારે ઉઘરાવવાનું શરુ કરેલ. વડોદરા મહાનગરપાલિકા ને ગુમાવેલી ઓકટ્રોય ની આવક સામે ગુજરાત ની રાજ્ય સરકારે ઓકટ્રોય ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ. ગુજરાત સરકારે વડોદરા શહેર ની ઓકટ્રોય ગ્રાન્ટ ની ગણતરી કરવા માટે પાછળ ના ઓકટ્રોય કલેક્શન ના આંકડા મેળવેલ અને વડોદરા શહેર દર વર્ષે જે વધુ ને વધુ ઓકટ્રોય આવક મેળવતું જતું તે વૃદ્ધિ દર પણ નક્કી કરાયેલ. ૨૦૦૭ માં વડોદરા શહેર ની પાછલા વર્ષ ની ઓક્ટ્રોય ની આવક ની ગણતરી કરતા વર્ષે રૂ.૨૬૭/- કરોડ ની આવક હતી અને તે દર વર્ષે ૧૮.૬૪% ના દરે આવક વધતી જતી હતી. આ વધતા દર મુજબ દર વર્ષે ગુજરાત સરકાર, વડોદરા મહાનગરપાલિકા ને ઓક્ટ્રોય ગ્રાન્ટ આપશે તેમ બાહેધરી આપવામાં આવેલ હતી. આમ વડોદરા મહાનગરપાલિકા ની ઓકટ્રોય આવક ગુજરાત સરકાર દ્વારા સીધા વેટ માં સેસ નાખી ને ઝુંટવી લેવાઈ પરંતુ વડોદરા મહાનગરપાલિકા ને નક્કી કરાયેલા દર મુજબ ગુજરાત સરકાર દ્વારા ઓકટ્રોય ની ગ્રાન્ટ આપવામાં આવતી નથી.

 

હિસાબી વર્ષ

વડોદરા મહાનગરપાલિકા ની ઓકટ્રોય ગ્રાન્ટ ની પાછલી રકમ (રૂપિયા કરોડ માં )

ઉમેરો

૧૮.૬૪% મુજબ થતી વૃદ્ધિ ની રકમ. (રૂપિયા કરોડમાં)

કુલ મળવા પાત્ર રકમ (રૂપિયા કરોડ માં )

૨૦૦૭

૨૬૭

———-

૨૬૭

૨૦૦૮

૨૬૭

૪૯.૭૭/-

૩૧૬.૭૭

૨૦૦૯

૩૧૬.૭૭

૫૯.૦૪

૩૭૫.૮૧

૨૦૧૦

૩૭૫.૮૧

૭૦.૦૫

૪૪૫.૮૬

૨૦૧૧

૪૪૫.૮૬

૮૩.૧૦

૫૨૮.૯૬

૨૦૧૨

૫૨૮.૯૬

૯૮.૬૦

૬૨૭.૫૬

૨૦૧૩

૬૨૭.૫૬

૧૧૬.૯૮

૭૪૪.૫૪

૨૦૧૪

૭૪૪.૫૪

૧૩૮.૭૮

૮૮૩.૩૨

૨૦૧૫

૮૮૩.૩૨

૧૬૪.૬૫

,૦૪૭.૯૭

૨૦૧૬

૧૦૪૭.૯૭

૧૯૫.૩૪

,૨૪૩.૩૧

૨૦૧૭

૧૨૪૩.૩૧

૨૩૧.૭૫

,૪૭૫.૦૬

૨૦૧૮

૧૪૭૫.૦૬

૨૭૪.૯૫

,૭૫૦.૦૧

૨૦૧૯

૧૭૫૦.૦૧

૩૨૬.૨૦

,૦૭૬.૨૧

૨૦૨૦

૨૦૭૬.૨૧

૩૮૭.૦૦

,૪૬૩.૨૧

આમ વર્ષ ૨૦૨૦ માં ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકા ની ઝુંટવી લઇ લીધેલી ઓકટ્રોય ની આવક પેટે આપવાની થતી કુલ ગ્રાન્ટ………………. રૂપિયા ૧૪,૨૪૫.૫૯ કરોડ.

આમ વર્ષ ૨૦૨૦ સુધી માં વડોદરા મહાનગરપાલિકા ની ગુજરાત ની રાજ્ય સરકારે ઝુંટવી લીધેલી ઓકટ્રોય આવક પેટે ગુજરાત સરકારે આપવાની થતી ઓકટ્રોય ગ્રાન્ટ ની કુલ રકમ રૂપિયા ચૌદ હજાર કરોડ થી વધુ થાય છે પરંતુ ગુજરાત સરકારે આજ દિવસ સુધી માં પ્રતિ વર્ષ એવરેજ અને અંદાજીત રૂ.૨૯૦/- કરોડ જેટલાજ આપેલ છે એટલે કે ટોટલ રૂપિયા ચાર હજાર કરોડ ની આસપાસ વડોદરા મહાનગરપાલિકા ને ચુકવેલ છે એટલે કે ગુજરાત ની રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા ના હક્ક ના રૂપિયા દસ હજાર કરોડ આપતી નથી.

ખરેખર જોવા જઈએ તો વડોદરા શહેર માં સન ૨૦૦૭ બાદ માં ખુબ મોઘી કારો અને અન્ય વાહનો, બિલ્ડીંગ બાંધકામ ના સમાન, ઘરેઘરે થઇ ગયેલા એરકંડિશનો, મોઘા ફર્નીચરો, વસ્તી વધતા સિગરેટ,પાન, પડીકી નો વપરાશ અત્યંત વધેલો છે જેના ઉપર રાજ્ય સરકાર ઓકટ્રોયની જગ્યા એ સેસ થી નાણા ઉઘરાવી દીધેલા છે પરંતુ વડોદરા શહેર ને પોતાના હક્ક ના ઓકટ્રોય ગ્રાન્ટ ના નાણા ચૂકવતા નથી અને વડોદરા મહાનગરપાલિકા ના શાશકો આવા ઓકટ્રોય ગ્રાન્ટ ના પોતાના હક્ક ના નાણા કે જે માતબર રકમ થાય છે જેના થી નગરજનો ને ઘરવેરા અને પાણીવેરા માં રાહત થાય, ફંડ અને ગ્રાન્ટ ના અભાવે શહેર માં કેટલાય કામો અધૂરા પડેલા છે, પરંતુ શાશકો પાલિકા ના ખર્ચે ગાંધીનગર સુધી ગાડીઓ લઇ ને વારંવાર આંટા માર્યા કરે છે અને નક્કી કર્યા મુજબ ની ઓકટ્રોય ગ્રાન્ટ લાવી શક્ય નથી તે વડોદરા મહાનગરપાલિકા પર ૨૫ વર્ષ થી શાશન કરતા ભાજપા વાળા માટે શરમજનક વાત છે. આમ તો વડોદરા શહેરમાં થી છેલ્લા કેટલાય વર્ષો થી તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી ના ચુંટાયેલા છે પરંતુ તેઓ પણ વડોદરા મહાનગરપાલિકા ને ગુજરાત સરકાર દ્વારા ઓકટ્રોય ગ્રાન્ટ પુરતી નહિ આપી કરાતા અન્યાય સામે હરફ સુધ્ધાય ઉચ્ચારતા નથી જે ખુબજ દુખદ છે.

પાછલા વર્ષો માં ઓકટ્રોય ગ્રાન્ટ ની રેવેન્યુ જે ૧૦૦ એ ૩૩ પૈસા હતી તે ૨૦૨૦૨૧ ના બજેટ માં ૨૮ પૈસા થઇ ગઈ છે અને વડોદરા ના નગરજનો પાસે થી પીવાના પાણી પેટે ઉઘરાવાતા પાણી કર ની આવક જે ૨૦૧૮ માં ૧૦૦ એ ૧૨ પૈસા હતો તે આ ૨૦૨૦૨૧ ના બજેટ માં ૨૫% જેટલો વધારી ને ૧૫ પૈસા જેટલો ઝીંકી દેવાયેલો જણાય છે. આથી વિશેષ વડોદરા ના નગરજનો ને વડોદરા મહાનગરપાલિકા ના જે અધિકારીઓ કે કર્મચારીઓ ની કામગીરી થી સંતોષ નથી તેવા બધા નો બજેટ માં દર્શાવેલ મહેકમ કે પગાર એ આવક ના ૧૦૦ પૈસા માંથી ૫૨ પૈસા નો છે.

ટુક માં વડોદરા મહાનગરપાલિકા નું સન ૨૦૨૦૨૧ નું બજેટ, વડોદરા મહાનગરપાલિકા પર ભાજપા નું શાશન, વડોદરા શહેર ના ચુંટાયેલા ધારાસભ્યો અને વહીવટી તંત્ર વડોદરા ના નગરજનો ના હિત ની અવગણના કરતા હોય તેમ સ્પષ્ટ થાય છે.