કોંગ્રેસી હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં તરૂણ ગજ્જર નામના યુવકે એ થપ્પડ મારી..કારણ જાણી ને ચોકી જશો…જુઓ..વિડીયો..

Spread the love

અમદાવાદ-મિ.રિપોર્ટર, ૧૯મી એપ્રિલ

લોકસભા ચૂંટણીનો હાલમાં જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યો હતો, તે વેળાએ જ ભીડમાંથી અચાનક જ સ્ટેજ પર આવીને એક વ્યક્તિએ થપ્પડ મારીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજીબાજુ હાર્દિક ને થપ્પડ મારનારા યુવકને હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે મેથીપાક આપ્યો હતો. 

હાર્દિકને થપ્પડ મારનારા વ્યક્તિનું નામ તરૂણ ગજ્જર છે. જે મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેમને જણાવ્યુ કે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ. ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે સમયે મને બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મે નક્કી કર્યુ હતું કે હું હાર્દિકને જરૂર માર મારીશ.

હાર્દિક પટેલે વારંવાર ગુજરાતને બંધ કરાવવાથી નારાજ આ વ્યક્તિએ કહ્યુ કે, તે પછી જ્યારે અમદાવાદમાં તેની રેલી થઈ ત્યારે હું મારા બાળકોની દવા લેવા માટે ગયો હતો પણ બધુ જ બંધ હતું. હાર્દિક રસ્તાઓ બંધ કરાવે છે, ગુજરાત બંધ કરાવી દે છે. આમ અંગત કારણોના લીધે તરૂણ ગજ્જરે ભરી સભામાં હાર્દિકને થપ્પડ મારી હતી….જુઓ…વિડીયો….