કંગના રનૌત Youtuber ધ્રુવ રાઠી પર કેમ ભડકી ? શા માટે ધ્રુવ ને કીધું કે, હું તને જેલ ભેગો કરી દઈશ ?

www.mrreporter.in
Spread the love

મનોરંજન- મી.રીપોર્ટર, ૨જી નવેમ્બર

બોલીવુડ ક્વીન કંગના રનૌટ પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતી છે. કોઈ પણ મુદ્દે તેની વિશેષ ટિપ્પણી કે નિવેદન ના લીધે તે સતત લાઇમલાઇટમાં રહે છે. તે પછી ઋતિક રોશન હોય કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસ  અને તેના નામથી મહારાષ્ટ્ર સરકાર હોય કે પછી CM ઉદ્ધવ ઠાકરે હોય દરેક મુદ્દે કંગનાએ પાછીપાની કરી નથી.  હવે કંગનાએ Youtuber- યુટ્યુબર  ધ્રુવ રાઠીને આડેહાથ લઈને જેલ ભેગો કરી દેવાની ચીમકી આપી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

તાજેતરમાં જ કંગના રનૌતે  ધ્રુવના એક વીડિયો પર નારાજગી જાહેર કરી છે , આ વીડિયોમાં ધ્રુવે કંગના, રિયા અને સુશાંતને લઇને કેટલીક વાતો કરી છે. ધ્રુવે કહ્યું કે કંગનાએ કેવી રીતે વાતોને તોડી મરોડીને કહી છે. આ સંબંધે કંગનાએ Twitt કર્યુ છે.

પોતાના Twitt માં કંગનાએ લખ્યુ છે કે, કોઇ જ શંકાને સ્થાન નથી કે આ વીડિયો બનાવવા માટે પૈસા મળ્યા છે. આ વીડિયોમાં મારા ઘર અને બીએમસીની નોટિસ વિશેની વાતને લઇને હું તેને જેલ મોકલી શકુ છું. આ ટ્વિટ Twitt  પર ધ્રુવ રાઠીએ પણ પ્રતિક્રિયા આપી છે.

ધ્રુવ રાઠીએ કહ્યું કે, શું આ ફેક ન્યુઝ મારા માટે હતી, પહેલી વાત કે કંગનાનો વીડિયો બનાવવા માટે મેં કોઇ પણ પ્રકારના પૈસા નથી લીધા અને બીજી વાત હું સુશાંત મોત પર કોઇ જ વીડિયો બનાવવાનો પ્લાનિંગ નથી કરી રહ્યો. ત્રીજી વાત જો મારી સ્પોન્સરશીપ ફી 30 લાખ હોત તો હું કેટલો અમીર હોત.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)