બોલીવુડ – મી.રીપોર્ટર, ૮મી ફેબ્રુઆરી.
કવિ-સંમેલનમાં અત્યાર સુધી પુરુષ કવિઓ નું જ એક માત્ર આધિપત્ય રહ્યું છે. જોકે હવે મહિલાઓ પણ પોતાની દમદાર કવિતા અને રચનાઓ પ્રસ્તુત કરીને પુરુષ કવિઓ ને પણ કાંટે કી ટક્કર આપી રહી છે. આવી જ એક મહિલા વડોદરાની છે. જેમનું નામ છે શ્વેતા સિંહ. કવિયત્રી શ્વેતા સિંહ વડોદરા કરતા ગુજરાત રાજ્ય બહારના અન્ય રાજ્યો જેવા કે, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કવિતા સંભાળવામાં પ્રેમ અને લાગણી ધરતા લોકોમાં ખુબજ લોકપ્રિય છે. આવનાર દિવસોમાં કવિયત્રી શ્વેતા સિંહ અને તેમની ટીમ વડોદરા પોલીસ અને દેશના સૈનિકો માટે કવિ સંમેલન યોજવા જઈ રહી છે.
કવિયત્રી શ્વેતા સિંહ તાજેતરમાં રાજસ્થાનની એક યુનિવર્સીટીમાં આપેલા દમદાર પરફોર્મન્સનો વિડીયો Mr. Repoter ની ટીમ ને મળ્યો છે…તમે પણ જુઓ… આ વિડીયો……વિડીયો આપને કેવો લાગ્યો તે અંગે અમને અમારા WhatsApp No : 9978099786 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવો.