WHO નો યુટર્ન : હવે કોરોના હવાથી ફેલાઈ શકે છે તેવું સ્વીકાર્યું….નવી ગાઈડ લાઈન જાહેર કરી

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, ૮મી મે. 

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. હાલમાં ભારત, બ્રાઝીલ અને અમેરિકામાં પણ કોરોના ની બીજી અને ત્રીજી લહેર ચાલી રહી છે.  જે ઘણી જ ઘાતક છે. કોરોના ના વિસ્ફોટ વચ્ચે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ યુટર્ન  લીધો છે. WHO એ આખરે માની લીધું છે કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે.  વાઈરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે, જ્યાં લોકો લાંબા સમય સુધી રહે છે, કેમ કે એરોસોલ હવામાં એક મીટરથી પણ વધારે દૂર સુધી જઈ શકે છે. 

WHO સહીત વિશ્વના અનેક મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે, છીંકવાથી, ઉધરસથી, ગીતો ગાવાથી અથવા બોલતી વખતે મનુષ્યના નાક અથવા મોંથી જે ટીપાં નીકળે છે તે ડ્રોપલેટ હોય છે. એટલે કે તેની સાઈઝ 5 માઈક્રોમીટર કરતાં વધારે હોય છે. તેમાં કોરોના વાઈરસ થવા પર પણ તે પોતાના વજનના કારણે બે મીટરથી વધારે દૂર નથી જઈ શકતા. ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડી જાય છે. એટલે કે કોરોના હવાથી નથી ફેલાતો. એક માઈક્રોમીટર એક મીટરના 10 લાખનો હિસ્સો હોય છે.

જોકે વિશ્વના અન્ય વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મોં અને નાકમાંથી નીકળતા ડ્રોપલેટનો આકાર 5 માઈક્રોમીટર કરતા પણ ઓછો હોઈ શકે છે અને તે હવાની સાથે દૂર સુધી જઈ શકે છે. એટલે કે કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે.

વિશ્વના ઝડપ થી ફેલાઈ રહેલા કોરોનાની બીજી અને ત્રીજી લહેર બાદ WHO એ આખરે માની લીધું છે કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે.  વાઈરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે. જેથી તેનાથી દુર રહેવાની સલાહ પણ આપી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.