રાજ્યની જનતા કોના માથે તાજ પહેરાવશે ને કોને જાકારો આપશે ? ભાજપ ને વડોદરામાં 76 માંથી 51-60 બેઠક, કોંગ્રેસને 15 થી 26 બેઠક : રાજ્યની 576 બેઠકો પૈકી 425 BJP મળે તેવી સંભાવના

www.mrreporter.in

 રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે ૨૩મી ફેબ્રુઆરીએ મત ગણતરી યોજાશે 

રાજકારણ- મી.રિપોર્ટર, 22મી  ફેબ્રુઆરી. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના 6 મહાનગર પાલિકાઓમાં સવારે ૯ વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે. મોડા માં મોડા બપોરના 2 વાગ્યા સુધીમાં તમામ 6 મહાનગર પાલિકાઓની કુલ 576 બેઠક પરિણામ જાહેર થઇ જશે. મત ગણતરી શરુ થાય તે પહેલા મતપેટીમાં પડેલા મત અને લોકોનો મૂડ જોતા સત્તા બજારમાં તમામ 6 મહાનગર પાલિકાઓની કુલ 576 બેઠકમાંથી ભાજપને 400 થી 425 બેઠકો મળશે તેવો દાવો કરાયો છે. વડોદરાનો વાત કરીએ તો વડોદરાની 76 બેઠકો માંથી ભાજપ ને 50 થી 62 બેઠકો મળી શકશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

6 મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમાં પડેલા વોટ બાદ રાજ્યની જનતા કોના માથે તાજ પહેરાવશે ને કોને જાકારો આપશે ? તેને લઈને ભારે ચર્ચાઓ શરુ થઇ છે. એમાય સટ્ટા બજારમાં પણ ગરમાવો આવ્યો છે અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 1 હજાર કરોડ રુપિયાનો સટ્ટો લાગ્યો છે. તો કરોડો રુપિયાના સોદા પડી ગયાનું સટ્ટા બજારમાંથી જાણવા મળ્યું છે.

બુકીઓના કહેવા મુજબ, ભાજપને રાજકોટમાં 40 થી 51, અમદાવાદમાં  120 થી 153 અને સુરતમાં 70 થી 86 બેઠક મળશે. વડોદરામાં 51 થી 60 બેઠકો મળશે. સટ્ટા બજારના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ભાજપની સત્તા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે અન્ય એક  મોટા બુકીએ જણાવ્યું હતું કે, ઓછા મતદાન ને પગલે ભાજપને સુરતમાં કુલ 120 બેઠકોમાંથી 86 બેઠક, અમદાવાદમાં 192 બેઠકમાંથી 153, વડોદરામાં 76 બેઠકમાંથી 60, રાજકોટમાં 72 બેઠકમાંથી 51, ભાવનગરમાં 62 બેઠકમાંથી 36 અને જામનગરમાં 64માંથી 42 બેઠક મળશે. તમામે તમામ 6 મહાનગરપાલિકાની બેઠકો પર ભાવ ખૂલી ગયા છે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકમાંથી ભાજપને 425 બેઠક મળશે. 

બુકીઓના ધારણા સામે ખરા અર્થમાં રાજ્યની રાજ્યની જનતા કોના માથે તાજ પહેરાવશે ને કોને જાકારો આપશે ? તે તો આવતીકાલે જાહેર થનાર પરિણામ જ બતાવશે. જોકે પરિણામ બાદ તમામ પક્ષોને પોતાની નબળાઈ ને હકારાત્મક ને ઓળખવાની તક જરૂર મળશે. 

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply