ચેન્નઇ, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર
ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા અને સલામતી માટે થાય છે. જોકે ઘણા લોકો તેનો સદ્દઉપયોગ કરવાને બદલે ગેરઉપયોગ કરી રહ્યા છે. આવો એક કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુમાં એક વૂમન હોસ્ટેલમાં છુપા કેમેરા લગાવીને યુવતી-મહિલાઓની અશ્લીલ તસ્વીરો અને વિડીયો લેવામાં આવી રહ્યો હોવાની વિગતો બહાર આવતાં જ પોલીસે હોસ્ટેલના માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
થિલાઈ ગંગા નગર ફર્સ્ટ સ્ટ્રીટ પર આવેલ એક ગર્લ્સ હોસ્ટેલને 48 વર્ષિય સંપથ રાજ ચલાવી રહ્યો હતો. આ હોસ્ટેલમાં 7 યંગ આઈટી પ્રોફેશનલ્સ રહેતી હતી. તાજેતરમાં જ હોસ્ટેલમાં રિપેરિંગનું કામ ચાલતું હતું. રિપેરિંગના કામ દરમિયાન હોસ્ટેલનો માલિક સંપથ રાજ વારંવાર ચેકિંગ કરવા માટે સતત આવતો હતો. તેની વધુ પડતી અવાર-જવરને પગલે યુવતીઓને જ્યારે શંકા ગઈ તો તેમણે રૂમ અને બાથરૂમની બારીકાઈથી ચકાસણી કરી હતી. તેમની ચકાસણીમાં પાઇટ અને ઇલેક્ટ્રીક સોકેટમાં હિડન કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. સંપથ રાજે બાથરૂમ સહિત દરેક જગ્યાએ કેમેરા ફીટ કરાવ્યા હતા. આ છુપા કેમેરા રિપેરિંગના નામ પર ફિટ કરવામાં આવી રહ્યાં હતા.
પોતાની અંગતપળોને છુપા કેમેરા લગાવીને કેદ કરવામાં આવી રહી છે તેનો ચોકાવનારો ખુલાસો થયા બાદ હોસ્ટેલની યુવતીની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેમરા સહિત ફૂટેજને જપ્ત કરી અને હોસ્ટેલના માલિકની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનો માલિક કેમેરાની પોઝિશન બદલવા માટે વારંવાર હોસ્ટેલના ચક્કર મારતો હતો. જેથી યોગ્ય વ્યૂ મુજબ તેને સેટ કરી શકાય.
Nice news Abhinandan