ગરીબીનો સામનો કરીને દુનિયાના સૌથી અમીર બનેલા ડોક્ટર કોણ છે ? તમારે જાણવું છે….વાંચો…

Spread the love

દેશ-વિદેશ, મિ.રિપોર્ટર, ૧૫મી જુલાઈ. 

વિશ્વના અમીરોની યાદી જાહેર કરનાર મેગેઝીન ફોર્બ્સ દ્વારા પેટ્રિક સૂન જીઓન્ગને સ્વાસ્થ્ય જગતમાં સૌથી ધનવાન ડોક્ટર તરીકે જગ્યા આપવામાં આવી છે.પેટ્રિકનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો છે. જે ચીની અને અમેરિકન સર્જન હોવાની સાથે દાનદાતા તરીકે પણ જાણીતા છે. તે અંદાજે રૂ.૧૩૮૧ કરોડનું વાર્ષિક રેવન્યુ ધરાવનાર સ્વાસ્થ્ય કંપની નેટવર્કસ એલએલસીના ચેરપર્સન હોવાની સાથે લાસ એન્જીલીસમા આવેલી યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાના હેલ્થ ઇન્સ્ટીટયુટમા ડાયરેકટરનું પદ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત અનેક હેલ્થ સંસ્થાઓમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

 સંધર્ષથી મંજિલ મળી

પેટ્રિકના માતા-પિતા બીજા વિશ્વયુધ્ધ દરમિયાન શરણાર્થી તરીકે ચીનથી દક્ષિણ આફ્રિકા આવીને વસિયા હતા. નબળી આર્થિક પરિસ્થિતિમાં તેમણે સંધર્ષ કરીને કેરિયરની શરૂઆત કરી. મેડિકલમા સ્નાતક થયા પછી જોહનીસબર્ગમાં હોસ્પિટલમાં ઈન્ટરશીપ પૂરી ક. તેમણે કોલંબિયા યુનિવર્સીટીમાંથી માસ્ટર ડીગ્રી લીધી. અભ્યાસપૂર્ણ કર્યા પછી તે અમેરિકા ગયા અને કેલીફોર્નીયા યુનિવર્સીટીમાંથી શિક્ષણ મેળવ્યું અને ૧૯૮૪માં સર્જન થઈ ગયા.

 અમેરિકન અબજોપતિ

તે અમેરિકાના અબજોપતિમાં સ્થાન ધરાવી છે. તેમજ અમેરિકામાં સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવનાર ચોથા નંબરના અખબાર લાસ એન્જીલસ ટાઈમ્સના માલિક પણ છે.

મેડિકલ હિસ્ટ્રીમા ટોચના સ્થાને

વર્ષ ૨૦૦૭માં તેમણે નેંટહેલ્થની સ્થાપના કરી તેમણે આ સંસ્થા અંતર્ગત ૨૦૧૨માં સુપર કોમ્પ્યુટર પર આધારિત સિસ્ટમ ત્યાર કરી, જેની મદદથી કોઈ પણ દર્દીના ટ્યુમરની તપાસ ૧૮ સેકન્ડમાં કરી શકો. આ કેન્સર માટેની સારવાર માટેની સૌથી મોતી શોધ હતી.

સૌથી ધનિક ડોક્ટર

તે દુનિયાના સૌથી ધનિક ડોક્ટર છે. તેમની સંપતિ રૂ.૪૮૩ અબજ છે. તેમને રીયલ એસ્ટેટમાં પણ મોટુ રોકાણ કરેલું છે.તેમણે વર્ષ ૨૦૧૦માં રૂ.૨૦૦ કરોડાના કમ્પાઉન્ડની ખરીદી કરી હતી. તે પછી ૫ એકરની અન્ય સંપતિ ખરીદી હતે જેના માટે તેમણે અંદાજે રૂ.૩૪૫ કરોડની ચૂકવણી કરી છે. તે પછી ત્રણ સંપતિ તેમણે રૂ.૪૧ કરોડમાં ખરીદી હતી. આ ઉપરાંત તેમણે એક આલીશાન ઘર બનાવ્યું છે તેમાં દુનિયાની તમામ હાઇટેક સુવિધાઓ રહેલી છે.