વડોદરા લોકસભાના 13 ઉમેદવારોમાં સૌથી ધનિક કોણ ? કોગ્રેસ કે ભાજપના ઉમેદવાર આગળ ? સંપત્તિ જાણી ને ચોકી જશો….

Spread the love

કોંગ્રેસના પ્રશાંત પટેલ સૌથી ધનિક,  ૨.૯૮  કરોડની સંપત્તિના માલિક :  બીજા નંબરે ૨.૯૪ કરોડની સંપત્તિ સાથે રંજનબેન ભટ્ટ  નો સમાવેશ થાય છે 

રાજનીતિ-મિ.રિપોર્ટર, વડોદરા, ૧૨મી એપ્રિલ

આગામી  ૨૩મી એપ્રિલના રોજ વડોદરા લોકસભા બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ચૂંટણી લડનારા ઉમેદવારો  પોતાની અને પોતાના પરિવારની જંગમ અને સ્થાવર મિલકતો  અંગે એક એફિડેવિટ કરી ચૂંટણી અધિકારીને આપતા હોય છે. આ એફિડેવિટની ચકાસણી કરતા માલુમ પડ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ રૂપિયા ૨.૯૮ કરોડની મિલકત સાથે સૌથી ધનિક ઉમેદવાર બન્યાં છે. જ્યારે અપક્ષ તરીકે લડતા સંતોષ સોલંકીરૂપિયા ૮.૪૭ લાખ સાથે સૌથી ઓછી મિલકત ધરાવનાર ઉમેદવાર રહ્યાં છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ બાદ ભાજપના રંજનબેન ભટ્ટ ૨.૯૪ કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે.  આમ બંને ઉમેદવારની મિલકત વચ્ચે રૂ.4.40 લાખનો તફાવત આવે છે.

બંને ઉમેદવારોની મિલકતોમાં પ્રશાંત પટેલ પાસે રૂ.4.15 લાખના વાહનો છે, તો બીજી તરફ રંજનબેન પાસે એક પણ ફોર વ્હિલર નથી. પણ 70 હજારના ટુ વ્હિલરોનો સમાવેશ થાય છે. રંજનબેન અને તેમના પતિ ધનંજયભાઇ પાસે રૂ. 21 લાખનું 70 તોલા સોનું છે. જ્યારે પ્રશાંતભાઈ અને પત્નિ ફાલ્ગુનીબેન પાસે રૂ.12.90 લાખનું 43 તોલા સોનું રહેલું છે. જ્યારે થાપણોની વાત કરીએ તો રંજનબેન પાસે રૂ.53.28 લાખની થાપણો છે,તો બીજી તરફ પ્રશાંત પટેલ પાસે કોઈ થાપણો નથી.

લોકસભા ચૂંટણી લડનારા 13 ઉમેદવારો કોણ અને તેમની મિલકતો કેટલી ? 

1) પ્રશાંત પટેલ                                          : 2,98,67,005
2) રંજનબેન ભટ્ટ                                        : 2,94,26,427
3) રાહુલ વ્યાસ –                                        : 2,09,24,425
4)કાલીદાસ પટેલ –                                    :  1,49,10,000
5) મધુસુદનભાઈ રોહિત                           :     90,24,000
6)યાસીનઅલી પોલરા                              :      33,63,000
7)સુભાસસિંગ જાટ                                    :      29,25,000
8)રીન્કુ ગોહિલ                                            :      28,99,350
9) નિમેશ પટેલ                                            :      26,79,190
10)મહેબુબખાન સિંધી                             :      26,51,000
11)મોહસીમમીયાં સૈયદ                           :      21,35,000
12)તપન દાસગુપ્તા                                     :      11,77,943
13)સંતોષ સોલંકી                                      :         8,47,232