વડોદરાના મેયર કોણ ? ડો.હિતેન્દ્ર પટેલ, પરાક્રમસિંહ જાડેજા, હેમીક્ષા ઠક્કર, ડો. શીતલ મિસ્ત્રી, કેયુર રોકડીયા, અલ્પેશ લિમ્બાચિયા, મનીષ પગારે અને નંદા જોશી ના નામોની ચર્ચો

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 23મી ફેબ્રુઆરી.

વડોદરા  મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 76 બેઠકો પૈકી ભાજપ ને 69 બેઠકો VMC પર સતત ચોથીવાર ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે વડોદરાના નવા મેયર પદે કોણ બિરાજમાન થશે તેને લઈને ભાજપના નેતા અને કાર્યકર્તાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજીબાજુ ભાજપના પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ રાજ્યના શીર્ષ નેતાઓ અને ટીમ નિર્ણય લેશે તેમ કહીને સત્તાવાર રીતે કહેવાનું ટાળી  રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરામાં ભાજપે 69 બેઠકો જીતીને કોંગ્રેસને માત્ર 7 બેઠકો પર  સમેટી નાંખી  છે. ભાજપના ભવ્ય જીતમાં વડોદરા ભાજપના ઘણા સીટિંગ કોર્પોરેટરો નો પણ સિંહ ફાળો છે. તો Team Bjp ના અગ્રણી નેતાઓનું માઈક્રો પ્લાનિંગ અને કાર્યકર્તાઓની ઘણી મહેનત પણ વિજયમાં ભાગ ભજવ્યો છે. જનતા તો જનાર્દન છે, તેને પણ આ વખતે ભાજપ પર પુનઃ વિશ્વાસ મૂકીને ખોબે ખોબે વોટ આપીને કામ કરવાની તક આપી છે. મિશન 76 તો ભાજપ નું સફળ થયું નથી, પણ હવે વડોદરાની જનતા માટે નવા મેયર ના અધ્યક્ષ સ્થાને નવી ટીમ  બનાવીને પડતર કામોની સાથે વડોદરાના વિકાસના કામોની ગતિને વધુ તેજ બનાવે તે દિશામાં કાયમ કામ કરવાની જરૂર છે તેમ ભાજપના જ નેતા ને કાર્યકર્તાઓ માની રહ્યા છે. 

વડોદરાની જનતા ની અપેક્ષા પર ખરા ઉતારવા માટે હવે કાર્યશીલ અને દીર્ઘદ્રસ્ટા મેયર ની નિમણૂંક કરવાની જવાબદારી શહેર ભાજપે નિભાવી પડે તેમ છે. એટલે જ નવા મેયર કોણ હશે ? કોણ દીર્ઘદ્રસ્ટા છે, સાથે સાથે ટેકનોક્રેટ છે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. આ ચર્ચાઓ વચ્ચે પરાક્રમસિંહ જાડેજા, ડો.હિતેન્દ્ર પટેલ, હેમીક્ષા ઠક્કર, ડો. શીતલ મિસ્ત્રી, કેયુર રોકડીયા, અલ્પેશ લિમ્બાચિયા, મનીષ પગારે અને નંદા જોશી ના નામોની ચર્ચોએ જોર પકડ્યું છે. આ ચર્ચાઓની વચ્ચે આખરી ફેંસલો તો રાજ્ય ભાજપની ટીમ  લેશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.