સેક્સના મામલે પાતળા કે જાડિયા લોકોમાં કોણ અગ્રેસર ? સર્વેમાં ચોકાવનારા તથ્યો બહાર આવ્યા..

Spread the love
હેલ્થ- મી.રીપોર્ટર, ૧૯મી ફેબ્રુઆરી. 

આજના એક ક્લિકના યુગમાં લોકો દરેક વસ્તુઓનો ઓનલાઈન આપતા થયા છે. તે પછી કપડા હોય,  ઈલોકટ્રોનીક સામાન હોય કે ટેસ્ટી ફૂડ હોય. શ્રમ ઘટવાને લીધે મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ બની ગયું છે. લોકો મોટાપાનો શિકાર બની રહ્યા છે. 

શું તમે ઓવરવેઈટ છો, વજન વધારે છે અને મોટાપાના શિકાર છો તો તમારે અનેક સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા લૂક અને ઓવરઓલ પર્સનાલિટી પર તમારા વજનની નકારાત્મક અસર પડે છે. જોકે  પુરુષોની સેક્સ લાઈફ આ મામલે અપવાદરૂપ  છે. થોડા દિવસ પહેલા થયેલી એક સ્ટડી મુજબ એવા પુરુષ કે જેમનું વજન અને BMI વધારે છે તેઓ વધારે સેક્સ કરે છે.

5 હજાર  સેકસ્યુઅલી એક્ટિવ લોકો પર સર્વે

યૂકેની એન્ગલિયા રસ્કિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને રિસર્ચરોએ બ્રિટના અંદાજીત 5 હજાર સેક્શુઅલી એક્ટિવ પુરુષોનું વિશ્વેષણ કર્યું અને તે પરિણામ પર પહોંચ્યા કે મોટાપો ધરાવતા પુરુષ, પાતળા પુરુષોની સરખામણીએ વધારે સેક્સ કરે છે. PLOS વન નામની જર્નલમાં આ સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચરોના આ રિપોર્ટ મુજબ ચોંકવાનારી વાત એ સામે આવી છે કે મોટાપાથી ગ્રસ્ત પુરુષોના શરીરમાં પાતળા લોકોની સરખામણીમાં બોડીને લઈને ઓછી મુશ્કેલીઓ જોવા મળી. એટલા માટે જ તેમને વધારે સેક્સ કરવાનો કોન્ફિડેન્સ મળ્યો.

વધારે વજન ધરાવતી મહિલાઓ પણ કરે છે વધારે સેક્સ

રિસર્ચરોને જાણવા મળ્યું કે ઓવરવેટ મહિલાઓ પણ ઓછું વજન ધરાવતી મહિલાઓ કરતા 16 ટકા વધારે સેક્સ કર્યું હતું. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓમાં પણ આ બાબત જોવા મળી છે. આ એક એવી સ્ટડી છે જેમાં પહેલી વખત કોઈ વ્યક્તિના વજન અને તેમના ઈન્ટરકોર્સની ફ્રિક્વેન્સી વચ્ચે લિંક છે, તે વાત અહીં સાબિત થઈ છે. સાથે સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું કે ઓવરવેઈટ અને જાડિયા લોકો પોતાના સંબંધમાં વધારે ખુશ અને સંતુષ્ટ રહે છે.

 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)