નવી દિલ્હી- રાજનીતિ, મી.રિપોર્ટર,૧૧મી મે.

દેશમાં લોકસભાની ચૂંટણીઓ વિવિધ તબક્કામાં યોજાઈ રહી છે, તેવામા એક મતદાન કેન્દ્ર પર પીળી સાડીમાં એક મહિલા હાથમાં ઇવીએમ મશીન લઈને આવી રહી હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસવીર માં જોઈ શકાય છે કે, મહિલા ચૂંટણીમાં ફરજ બજાવી રહી છે. તે રૂપ, રંગ અને સ્ટાઈલ ને જોતા તે કોઈ હિરોઈન થી કમ નથી. મહિલા કોઈ પણ બોલિવુડની જાણીતી અને હોટ- સેક્સી હિરોઈન ને પણ પાણી પીવડાવે તેવી અદાઓ ધરાવે છે.

સોશિયલ મીડિયા વાયરલ થયેલી તસવીર જયપુરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું.

તસવીર વાઈરલ થાય બાદ મહિલા ને લઈને અનેક અટકળો બહાર આવી છે. જેમાં આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મશીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે.

આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે 5 તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: