સેકસના મામલે કોણ છે વધુ તેજ : વેજ કે નોનવેજ ખાનારા?

Spread the love

હેલ્થ-મી.રીપોર્ટર, ૧૬મી માર્ચ. 

આજના યુગમાં મોટાભાગના યુવાનો ફૂડ અને સેકસના મામલે સભાન  નથી . એમાય ઘણીવાર સેકસ ના કલાકો વધારવા માટે ફૂડ અને અમુક પૌષ્ટિક આહાર  લેવાની દેખાદેખીની હોડ પણ આજકાલ મોટાભાગના યુગલોમાં છવાયેલી જોવા મળે છે તેવું વડીલો અને તબીબોનું માનવું છે.  ખરેખર સેકસ માટે ક્યાં પ્રકારના આહાર જરૂરી છે ?  કેમ સેક્સની વાત લઈને  હજુપણ યુગલો ખુલ્લેઆમ ચર્ચા કરવાનું ટાળે છે. 

એવું કહેવાય છે કે , લોકોના ખાનપાનનો સંબંધ પણ સેક્સ્યુઅલ પરફોર્મન્સ સાથે જોડાયેલો હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે, નોનવેજીટેરિયન લોકો વેજીટેરિયન લોકોની સરખામણીમાં વધુ સારી સેક્સ્યુઅલ લાઈફ એન્જોય કરે છે. હાલમાં જ આ અંગે એક સંશોધન કરવામાં આવ્યું હતું કે શાકાહારી અને માંસાહારી લોકોમાં કોણ પોતાની અંગત પળોનો વધુ આનંદ લે છે. આ રીસર્ચમાં એવું ફલિત થયું કે,  વેજીટેરિયન લોકો નોન વેજીટેરિય લોકોની સરખામણીમાં વધુ સારી રીતે સેક્સ લાઈફને એન્જોય કરે છે.

 

શાકાહારી લોકો સેક્સ ઉપરાંત ફોરપ્લેમાં પણ શ્રેષ્ઠ

આ અધ્યયનમાં સામેલ લોકોના અભિપ્રાય પરથી જાણવા મળ્યું હતું કે, શાકાહારી લોકો પોતાની સેક્સ્યુઅલ લાઈફથી વધુ સંતુષ્ટ છે. એટલું જ નહીં તેઓ સેક્સ ઉપરાંત ફોરપ્લે અને ડર્ટી ટોકનો પણ વધુ આનંદ લે છે. જ્યારે માંસાહારી લોકો ફોરપ્લેનો વધુ આનંદ નથી ઉઠાવી શકતા.

નોન વેજિટેરિયન લોકો બેડ પર થઈ જાય છે સ્વાર્થી

બ્રિટનની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, બેડ પર માંસાહારનું સેવન કરનારા લોકો વધુ સ્વાર્થી હોય છે. સાથે જ શાકાહારી લોકોની સરખામણીમાં પોતાની સેક્સ લાઈફમાં વધુ દુઃખી પણ હોય છે. જ્યારે શાકાહારી લોકોની સેક્સ લાઈફ સારી અને સંતોષજનક હોય છે.

પ્લાન્ટ બેઝ્ડ ડાયટથી પરફોર્મન્સ થાય છે સારું

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે, પ્લાન્ટ બેઝ્ડ એટલે કે વેગન ડાયટ ફોલો કરતા લોકોને પોતાના આહારમાંથી વધુ એનર્જી મળે છે. સાથે જ તેમાં ઝિંક, વિટામિન બીની માત્રા પણ વધુ હોય છે જે લોકોમાં કામેચ્છાને વધારે છે. વેગન ડાયટ ફોલો કરવાથી શરીરમાં સેરોટોનિન હોર્મોનનો સ્ત્રાવ યોગ્ય રીતે થાય છે જે સેક્સના અનુભવને વધારવામાં મદદ કરે છે.

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)