બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૨મી માર્ચ.

બોલીવુડ પર પોતાની એક્ટિંગના ઓજસ પાથરવા થનગની રહેલી  મોડલ-એક્ટ્રેસ  લેખા પ્રજાપતિ  સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. લેખા હાલ તો તેના એક્ટિંગના લીધે નહિ પણ  તેના બોલ્ડ અને હોટ ફોટોગ્રાફ્સના કારણે તે ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય છે. મૉડલિંગની દુનિયામાં સારું નામ ધરાવતી લેખાના ફોટોગ્રાફ્સ જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો. 

This slideshow requires JavaScript.

સોશિયલ મીડિયા પર છવાયેલા લેખા મૉડેલ છે અને તે ફેમિના મિસ ઈન્ડિયા 2017માં રાજસ્થાનની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.  લેખા ઘણી બિકિની બ્રાન્ડ્સ માટે બિકિની ફોટોશૂટ કરવી ચૂકી છે, તે પોતાના હોટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. લેખા રાજસ્થાનના જયપુરની છે.  લેખા રિયાલિટી શો “ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર”માં દેખાઈ હતી, અહીં પણ લેખા ફાઈનલિસ્ટ રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા લેખા પોપ્યુલર સિંગર હની સિંહના એક સુપરહિટ સોંગ “હાય મેરા દિલ”માં દેખાઈ હતી. લેખા સારી મૉડલ હોવાની સાથે સારી ડાન્સર પણ છે.લેખાએ ઘણી બ્રાન્ડ્સ માટે જાહેરાતમાં કામ કર્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ લેખાએ જાહેરાત કરી છે.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: