આજથી શરુ થયેલા સૂર્યના રાશિ પરિવર્તનથી ક્યાં રાશિના લોકોની મુશ્કેલીઓ વધારશે, જાણો તમારી તો રાશિ નથી ને ?

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, 12મી ફેબ્રુઆરી.

આજે 12મી ફેબ્રુઆરી ને શુક્રવાર. આજે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી રહ્યો છે. સૂર્યના રાશિ  પરિવર્તન થી અનેક રાશિ ના લોકોની તકલીફો વધી શકે છે. જયારે કેટલીક રાશિઓ માટે કુંભ રાશિનો સૂર્ય ભાગ્યોદય આપનાર રહેશે. સૂર્ય કુંભ રાશિમાં 14 માર્ચ સુધી રહેશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સૂર્યના રાશિ  પરિવર્તન થી એટલકે સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશથી મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો માટે સમય અતિ શુભ રહેશે. આ સિવાય મિથુન, તુલા અને મકર રાશિના લોકો પર મિશ્રિત પ્રભાવ પડશે. ત્યાં જ કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. 

www.mrreporter.in

ક્યાં રાશિઓના વ્યક્તિઓને સૂર્યના રાશિ  પરિવર્તન થી લાભ થશે ? 

સૂર્યના રાશિ  પરિવર્તન થી ખાસ કરીને મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો માટે સૂર્ય શુભ ફળ આપનારો રહેશે. આ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ધનલાભ અને પ્રમોશન મળી શકે છે.  પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યોમાં ફાયદો થવાના યોગ છે. મહેનત અને પરાક્રમ વધશે. એનાથી અધિકારી અને મોટા પદ પર રહેલા લોકો પ્રભાવિત થશે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે. સરકારી કાર્યોમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે.

ક્યાં રાશિના લોકો માટે સાવધાન રહેવું જરૂરી ? 

કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ આવવાના યોગ છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. કોઇ રહસ્યની વાત જાહેર થઇ શકે છે. મહેનત વધારે રહેશે અને તેનું ફળ પણ ઓછું જ મળશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. દુશ્મન પરેશાન કરી શકે છે. યાત્રાઓમાં ધનહાનિ થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ રહેશે. ગુસ્સાને કારણે થોડાં કાર્યો ખરાબ થવાની શક્યતા છે.

કઈ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે ?

 મિથુન, તુલા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોએ મહેનત અને ભાગદોડ વધારે કરવી પડશે.  યોજનાઓ પૂર્ણ થવામાં વિઘ્નો આવી શકે છે, પરંતુ તે પૂર્ણ થવાથી ધનલાભ પણ થશે. ત્યાં જ થોડા લોકોની રહસ્યની વાત જાહેર થઇ શકે છે. 

સૂર્યના રાશિ પરિવર્તન ના પ્રકોપ થી બચવા માટે શું કરવું જોઈએ ? 

સૂર્યની અશુભ અસરથી બચવા માટે દરેક રાશિના લોકોએ સૂર્યોદય વખતે સૂર્યના દર્શન કરીને પ્રણામ કરવા જોઇએ. પછી સૂર્યને જળ ચઢાવવું જોઇએ. રવિવારનું વ્રત રાખવું જોઇએ. બની શકે તો આ દિવસે મીઠું ખાવું નહીં. લાલ કપડાં વધારે પહેરવાં. લાલ ચંદનનું તિલક લગાવો અને લાલ ચંદન પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. ઘઉં અને ગોળનું જરૂરિયાતમંદ લોકોને દાન કરો. તાંબાના વાસણમાં તલ ભરીને પણ દાન કરવું જોઇએ.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.